ઈન્ડિયન નેવીને મળ્યું નવું નિશાન: અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી, જાણો કેમ કરાયો બદલાવ
ઈન્ડિયન નેવીને મળ્યું નવું નિશાન: અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી, જાણો કેમ કરાયો બદલાવ
ભારતીય નૌકાદળને શુક્રવારે નવું ચિહ્ન મળ્યું. નવી નેવી નિશાની એ જુના સમયગાળાની ગુલામીની માનસિકતાના પ્રતીકથી છૂટકારો મેળવ્યો.
- ઇન્ડિયન નેવીને મળશે નવો ફ્લેગ
- ઝંડામાં રેડ ક્રોસની નિશાની હટાવાઈ
- છેલ્લે 2014 પછી થયો આ નવો બદલાવ
ભારતીય નૌકાદળને શુક્રવારે નવું ચિહ્ન મળ્યું હતું. ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતનું સ્વાગત થયું તેના થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને કેરળના કોચીના કોચિન શિપયાર્ડમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નવી નેવી નિશાની એ જુના સમયગાળાની ગુલામીની માનસિકતાના પ્રતીકથી છૂટકારો મેળવ્યો.
ચિહ્ન અથવા ધ્વજ શું હોય છે?
કોઈ પણ દેશની નેવીનો એક ઝંડો હોય છે. જે નૌકાદળના યુદ્ધજહાજો, ગ્રાઉન્ડ સ્ટેશનો અને તેના એરપોર્ટ સહિતના તમામ નૌકાદળના સ્થાપનોની ઉપર ફરકાવવામાં આવે છે. આને નેવી માર્ક અથવા ધ્વજ કહેવામાં આવે છે. ભારતીય નૌકાદળનું પણ પોતાનું નિશાન કે ધ્વજ છે. જેમાં સફેદ રંગના આધારે રેડ ક્રોસ બનાવવામાં આવે છે. જે સેન્ટ જ્યોર્જનું પ્રતીક છે. ધ્વજના ઉપરના ખૂણામાં ત્રિરંગો બનાવવામાં આવે છે. વળી, ક્રોસની વચ્ચે અશોકનું ચિહ્ન હોય છે. હવે આ નિશાન કે ધ્વજ બદલવામાં આવી રહ્યો છે. ત્રિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે. સાથે જ તેની બાજુમાં આવેલા બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સિમ્બોલ છે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું છે. અશોકનું પ્રતીક જેના પર છે તે ખરેખર છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર છે. નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં ‘शं नो वरुणः’ લખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ‘વરુણા અમારા માટે શુભ રહે’. આપણા દેશમાં વરુણાને સમુદ્રના દેવતા માનવામાં આવે છે. એટલે આ વાક્ય નેવીના નવા નિશાન પર લખવામાં આવ્યું છે.
નવો ફ્લેગ કેવી રીતે અલગ હશે
2 ઓક્ટોબર, 1934ના રોજ નેવલ સર્વિસનું નામ બદલીને રોયલ ઇન્ડિયન નેવી કરવામાં આવ્યું હતું. અને જ્યારે ભાગલા બાદ ભારત અને પાકિસ્તાનની સેનાઓ બની ત્યારે નેવીને રોયલ ઇન્ડિયન નેવી અને રોયલ પાકિસ્તાન નેવીમાં વહેંચવામાં આવી હતી. આ પછી, 26 જાન્યુઆરી 1950 ના રોજ, ભારતીય નૌકાદળમાંથી રોયલ શબ્દ દૂર કરવામાં આવ્યો અને તેનું નામ ભારતીય નૌકાદળ રાખવામાં આવ્યું. આઝાદી પહેલા બ્રિટિશ ધ્વજ નૌસેના ધ્વજના ઉપરના ખૂણામાં જ રહેતો હતો. જેના બદલે ત્રિરંગાને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે જે માહિતી મળી છે તે મુજબ નવા ઝંડામાં ક્રોસની નિશાની હટાવી દેવાશે. ધ્વજમાં બનાવેલ ક્રોસ સેન્ટ જ્યોર્જનું પ્રતીક છે.
પહેલાં બદલાયેલ ફ્લેગ
આ પહેલા અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન 2001માં નેવીનો ઝંડો બદલવામાં આવ્યો હતો. જેમાં સફેદ ઝંડાની વચ્ચે જ્યોર્જ ક્રોસને હટાવી નેવી એન્કરને જગ્યા આપવામાં આવી હતી. અને ઉપરના ડાબા ખૂણા પર ત્રિરંગો અકબંધ રાખવામાં આવ્યો હતો. નૌકાદળના ધ્વજમાં ફેરફારની માંગ લાંબા સમયથી બાકી હતી, જેમાં ફેરફાર માટેનું મૂળ સૂચન વાઇસ એડમિરલ વીઇસી બારબોજા તરફથી આવ્યું હતું.
ફરી રેડ જ્યોર્જ ક્રોસનો સમાવેશ થયો હતો
જો કે 2004માં ફરી ધ્વજ કે નિશાન બદલવામાં આવ્યા હતા. અને ધ્વજમાં ફરીથી રેડ જ્યોર્જ ક્રોસનો સમાવેશ કર્યો હતો. કારણ કે બ્લુ કલરના કારણે નિશાન સ્પષ્ટ દેખાતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. નવા પરિવર્તનમાં, લાલ જ્યોર્જ ક્રોસની મધ્યમાં અશોક સ્તંભ, જે હવે રાષ્ટ્રીય પ્રતીક છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી 2014માં રાષ્ટ્રીય ચિન્હ સત્યમેવ જયતે હેઠળ દેવનાગરી ભાષામાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો હતો.
બ્રિટીશ સામ્રાજ્ય પછી ઘણા દેશોએ બદલાવ કર્યો
બ્રિટીશ વસાહતી સમયગાળાના મોટાભાગના દેશોએ હવે તેમના નૌકાદળના ચિહ્નને બદલી નાખ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ તમામ દેશોના ધ્વજ પર અગાઉ બ્રિટિશ ધ્વજની નિશાની હતી.
INS Vikrant: આવી ગયો સમુદ્રનો શહેનશાહ… PM મોદીએ INS વિક્રાંત કર્યો રાષ્ટ્રને સમર્પિત