Site icon સોહમ 24 ન્યુઝ

રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

થાનગઢ ખાતે રહેતા રમણમલભાઈ ગોકળભાઈ અલગોતર (ભરવાડ) તા. 29ના રોજ રાત્રીના સવા દસ વાગ્યા આસપાસ મુળી તાલુકાના સિધ્ધસર રોડ પર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા.

ત્યારે સાયલાના દલસુખ ભવાનભાઈ ઝાલા, સંજય જીવણભાઈ રાઠોડ અને બીજા બે માણસોએ રણમલભાઈની ગાડી રોકી હતી અને પાઇપ વડે ગાડીનો કાચ ફોડી નાખેલ. ત્યારબાદ રણમલભાઈને ગાડીમાંથી નીચે ઉતારી માર મારી તેમની પાસે રહેલ રૂપિયા બે હજાર ભરેલ પાકીટની લૂંટ કરી હતી.

કોઈના ઘરે શુભ કે અશુભ પ્રસંગ હોય તો તેના ઘરે જઈને ઊભા રહેજો જરૂરી આર્થિક મદદ તરત જ કરજો પાછા લેવાની અપેક્ષા ના રાખતા !

ઉપરાંત પસાર થતા બીજા એક ડમ્પર ચાલકને અટકાવી તેની પાસેથી પણ રૂપિયા 1 હજાર લૂંટી લીધા હતા. લૂંટના આ બનાવની ફરિયાદ મુળી પોલીસ મથકે થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મુળી પી.એસ.આઈ. ડી.જે.ઝાલા તથા સ્ટાફના માણસોએ આ બનાવ અંગે સાયલાના ધોળીધાર વિસ્તારમાં રહેતા દલસુખ ભવાનભાઈ, સંજય જીવણભાઈ, હડાળાના નાજાભાઈ વશરામભાઈ અને મુળીના ભરત મગનભાઇને કાર તેમજ લૂંટેલા રૂ. 5700 સાથે ડોળિયા બાઉન્ડ્રી પાસેથી ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર થાનગઢમાં જીવાપીરની દરગાહની બાજુના નાળાની સાફ સફાઈ કરવામાં આવી

વધુ સમાચાર માટે…

Exit mobile version