Site icon સોહમ 24 ન્યુઝ

International Girl Child Day- આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

International Girl Child Day- આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

International Girl Child Day 2024- દુનિયાભરમાં છોકરીઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય તેમના સ્વસ્થ જીવનથી લઈને શિક્ષણ અને કારકિર્દી સુધી છે. આ દિવસે મહિલાઓને તેમના અધિકારો અને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરવામાં આવે છે.

Google News Follow Us Link

ભારત સહિત ઘણા દેશોમાં મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ પરિવારમાં બાળકીના જન્મ અંગે જાગૃતિ ફેલાવવાનો, શિક્ષણનો અધિકાર અને કારકિર્દીમાં મહિલાઓના વિકાસમાં આવતા અવરોધો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આવો જાણીએ ક્યારે અને શા માટે આંતરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી શરૂ થઇ, આ દિવસનો ઇતિહાસ અને મહત્વ.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઇતિહાસ

એક એનજીઓએ પ્લાન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ તરીકે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડની ઉજવણી શરૂ કરી હતી. એનજીઓએ ‘કારણ કે હું એક છોકરી છું’ નામનું એક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે કેનેડા સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કેનેડા સરકારે સામાન્ય સભામાં બાળકીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 19 ડિસેમ્બર, 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ 11 ઓક્ટોબરે ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવાનો નિર્ણય લીધો હતો અને 11 ઓક્ટોબર 2012 ના રોજ પ્રથમ વખત, બાળકીઓના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં દરેક છોકરીને ડીજીટલ કૌશલ્ય, ટેકનોલોજીનું શિક્ષણ અને પ્રગતિની સમાન તક મળે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મહત્વ

આ ખાસ દિવસ મનાવવાનો હેતુ નારી શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. બાળકીઓના જીવનનો વિકાસ કરવો અને મહિલાઓના પડકારોથી લોકોને જાગૃત કરવા. આ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવી પડશે, જેથી દેશ અને સમાજના વિકાસમાં મહિલાઓ પણ યોગદાન આપી શકે. અનેક દેશોમાં આ દિવસે નિમિત્તે બાળકીઓ સન્માન અને તેમને અધિકારો આપવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

SAYLA- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો

ભારતમાં 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે.

ભારતમાં 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2008માં રાષ્ટ્રીય બાળ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓ અને મહિલાઓને જીવનભર જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેને દૂર કરવાનો અને તેનાથી ઉપર ઉઠીને છોકરીઓની મદદ કરવાનો છે.

AHMEDABAD – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો, જાણો દીકરાનું ‘બદલાપુર’

વિશ્વ બાલિકા દિવસની વિશેષ ગાંધીનગર ખાતે વિશેષ ઉજવણી

‘આઝાદિકા અમૃત મહોત્સવ’ નિમિત્તે 11 ઓક્ટોબરના આજરોજ ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સહયોગથી યોજાનાર આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રી મનીષાબેન વકીલના નેજા હેઠળ નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘સુરક્ષિત સ્થાન કિશોર સંસાધન કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવશે, આ કાર્યક્રમમાં રાજ્યના 22 જિલ્લાઓમાં સખી મેળાઓનું ઈ-લોન્ચિંગ અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીનીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ મંત્રીના હસ્તે કરવામાં આવશે જેમાં પંચાયતી રાજ સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે.

RATAN TATA – દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Indianexpress

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version