એક વર્ષથી પોલીસને હાથતાળી આપતા ઈસમને

Photo of author

By SOHAM 24 NEWS

એક વર્ષથી પોલીસને હાથતાળી આપતા ઈસમને

પોલીસે હ્યુમન સોર્સના આધારે ઝડપી લીધો

  • ત્રણ ગુનાને અંજામ આપનાર ઈસમને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
એક વર્ષથી પોલીસને હાથતાળી આપતા ઈસમને પોલીસે હ્યુમન સોર્સના આધારે ઝડપી લીધો
એક વર્ષથી પોલીસને હાથતાળી આપતા ઈસમને પોલીસે હ્યુમન સોર્સના આધારે ઝડપી લીધો

અલગ-અલગ ત્રણ ગુનાઓમાં એકલા ચાલીને જતા રાહદારી માણસો ઉપર હુમલો કરીને લૂંટ ચલાવતા ઇસમને પોલીસે ઝડપી લીધો

લોખંડના પાઇપ, ધારીયુ, લાકડાના ધોકાથી હુમલો કરતો હોવાનો સનસનીખેજ ખુલાસો

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે એક વર્ષમાં ત્રણ ગુનાને અંજામ આપનાર ઈસમને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. એકાદ વર્ષ પહેલાં ખૂનની કોશિષ, મરણતોલ અને હુમલો કરી લૂંટ ચલાવનાર ઈસમને ઝડપી લેવામાં હ્યુમન સોર્સની બાતમી કારણભૂત માનવામાં આવી રહી છે, પોલીસે આ બનાવમાં એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અલગ અલગ ટીમો બનાવીને ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે આ બનાવમાં લાલો ગાંડાભાઇ ગોલતર ને વડનગર વિસ્તારના સિંધવનગર માં રહેતા ઈસમને હ્યુમન સોર્સીસ ના આધારે ઝડપી લીધો છે. ઝડપાયેલ ઈસમ પાસેથી સોનાનો ચેન સહિતની સોનાની જણસો મળી કુલ રૂપિયા 97,025 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ડીવાયએસપી એચ.પી.દોશીએ મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ