Site icon સોહમ 24 ન્યુઝ

મુળીના ગઢડાની ગૌચર જમીનમાંથી રોજ 10 હજાર ટન ખનીજ ચોરી મોરબી મોકલાતું હોવાનો આક્ષેપ

Gauchar Land – મુળીના ગઢડાની ગૌચર જમીનમાંથી રોજ 10 હજાર ટન ખનીજ ચોરી મોરબી મોકલાતું હોવાનો આક્ષેપ

મુળીના ગઢડાની ગૌચર જમીનમાંથી રોજ 10 હજાર ટન ખનીજ ચોરી મોરબી મોકલાતું હોવાનો આક્ષેપ

Google News Follow Us Link

મુળી તાલુકાના ગઢડા ગામે ભૂમાફિયાઓએ બેફામ ખોદકામ કરી ગૌચર અને ખરાબાની જમીન ખોદી નાખી છે. આથી સ્થાનિક સરપંચે ખનીજચોરી અટકાવવા રજૂઆત કરી છે. તમામ ગામોમાં ગૌચરની જમીનમાં બેરોકટોક ખાણો ધમધમી રહી છે.

સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

ખાણ-ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત

ગઢડાના મહિલા સરપંચ વિલાસબેન વિષ્ણુભાઇ સોરમિયાએ કલેકટર અને ખાણ-ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે ગઢડા ગામે સરકારી ખરાબાની જમીન અને ગૌચરની જમીનમાં સફેદ માટી અને કોલસાની ખાણો ધમધમી રહી છે. અનેક રજૂઆતો કરવા છતાં આજ સુધી તંત્ર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ આ વિસ્તારમાં રોજ ડમ્પરો 50 ટન સફેદ માટી ભરીને મોરબી તરફ લઈ જવાતાં હોય છે. રોજ 200 ટ્રકના ફેરા આવી રીતે થાય છે તેમજ માટી અને કોલસાનું ખોદકામ કરી ગુજરાતના વિવિધ ભાગોમાં જાય છે, માટે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

ઉપરાંત પશુપાલકોનાં પશુને ગૌચરની જમીનમાં ચરિયાણ બંધ છે અને કોલસાની ખાણોમાં કે જે 120 ફૂટ ઊંડાઈ ધરાવે છે. તેમાં પશુઓ પડીને મૃત્યુ પામે છે, માટે પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોનાં ખેતરોમાં જવાના રસ્તા પણ ખોદી કાઢવામાં આવેલા છે. ખેતર સુધી ખેડૂતોનાં ટ્રેક્ટર જઇ શકતાં નથી અને કુદરતી વરસાદનાં પાણીનાં વહેણ બદલાઇ ચૂક્યા છે, તેના કારણે ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ખનીજ ચોરી બંધ કરાવવા સરપંચે રજૂઆત કરી

કોલસાની ખાણમાં પાણી ઉલેચવા માટે મોટરો વપરાય છે અને તેમાં પણ લંગરિયા થકી વીજચોરી થાય છે. અને કોલસાની ખાણોમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જીલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે. તેનાં કારણે ખાણની 5 કિલોમીટર દૂર સુધી ધ્રૂજારી અનુભવાય છે અને મકાનોમાં તિરાડો પડી ગઈ છે. ખેડૂતોને પાણીનાં ટાંકા તૂટી જાય છે. બોર પણ બૂરાઇ જાય છે. આ કારણે ખેડૂતો આ ખાણોથી હેરાનગતિ અને આર્થિક નુકસાની વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ખનીજ ચોરી બંધ કરાવવા સરપંચે રજૂઆત કરી છે.

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version