Site icon સોહમ 24 ન્યુઝ

મંદીના બજારમાં પણ કમાણી કરવી અશક્ય નથીઃ એક્સપર્ટ્સની ટિપ્સને અનુસરો

મંદીના બજારમાં પણ કમાણી કરવી અશક્ય નથીઃ એક્સપર્ટ્સની ટિપ્સને અનુસરો

માર્કેટની બંને તરફી ચાલના કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. આવામાં કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહ બજાર રોકાણકારોને ધરપત આપવાનું કામ કરે છે. તેઓ કહે છે કે મંદીના બજારમાં પણ તમે કમાણી કરી શકો છો. તેઓ માને છે કે ભારતીય બજારમાં તમામ નેગેટિવ ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ ગયા છે તેથી ચિંતા કરવાની જરૂર નથી.

Google News Follow Us Link

ભારતીય બજારમાં અત્યારે બંને તરફી ચાલ જોવા મળે છે જેના કારણે ઘણા રોકાણકારો ચિંતિત છે. ઇન્વેસ્ટરના આત્મવિશ્વાસને અસર થઈ છે અને ફંડ મેનેજર્સ પણ કોઈ નિર્ણય લેતા ખચકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં Kotak Mutual Fundના એમડી નિલેશ શાહ (Nilesh Shah) બજાર રોકાણકારોને ધરપત આપવાનું કામ કરે છે. તેઓ કહે છે કે મંદીના બજારમાં પણ તમે કમાણી કરી શકો છો. અત્યારે તમામ ટેકનોલોજિકલ પરિબળો, ફંડામેન્ટલ પરિબળો અને સાઈકોલોજિકલ પરિબળોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે તમામ ખરાબ સમાચાર ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. હાલના બજારમાં માત્ર બેઝિક નિયમોને વળગી રહો. તેમાં કોઈ પણ શેરમાં વધારે પડતું લિવરેજ્ડ પોઝિશન ન લો.

તેઓ માને છે કે કોઈ શેર સતત ઘટતો હોય તો તેમાં એવરેજિંગ કરવાનો પ્રયાસ ન કરો. તેવી જ રીતે બજારમાં ઉછાળો આવે અને સ્ટોક વધે ત્યારે ઉતાવળમાં નફો બુક પણ ન કરો. ભારતની વાત કરીએ તો ક્રૂડ ઓઈલના ઉંચા ભાવને બાદ કરતા બાકી બધું પોઝિટિવ છે. ક્રૂડનો ભાવ ત્રણ આંકડામાં હોય ત્યાં સુધી ભારતને અસર થશે.

2014ના સ્તર સાથે સરખાવવામાં આવે તો ભારતમાં FDIના પ્રવાહમાં ત્રણ ગણો વધારો થયો છે. હાલમાં ઇકોનોમિક એક્ટિવિટીમાં એવો વેગ આવ્યો છે કે કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. કેપેસિટનો 70 ટકા જેટલો ઉપયોગ થઈ રહ્યો છે. ફુગાવો ઉંચો છે પરંતુ તેનું કારણ ફૂડ પ્રોડક્ટ્સ અને પેટ્રોલ-ડીઝલના ભાવ છે. ફૂડના ભાવમાં કરેક્શન આવી રહ્યું છે. એક વખત ઇંધણના ભાવમાં ઘટાડો થાય ત્યાર પછી સ્થિતિ વધારે સુધરશે.

દેશમાં કોરોનાની ગતિ વધી, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ

રોકાણકારોની સ્થિતિ કેવી છે?

જે રોકાણકારોએ માર્ચ 2020થી 2021 વચ્ચે ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમાંથી 90 ટકા રોકાણકારોએ મૂડી ગુમાવી છે. બજાર જ્યારે 7500થી વધીને 15500 થયું તે દરમિયાન નવું એકાઉન્ટ ખોલાવનારા 90 ટકા ટ્રેડર્સે મૂડી ગુમાવી હતી. બીજી તરફ જે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હતા તેમનું એક વર્ષનું વળતર કદાચ નેગેટિવ હશે, પરંતુ ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સની તુલનામાં તેમની સ્થિતિ વધુ સારી છે. તેથી બજારમાં અત્યારે જોખમી ટ્રેડિંગ લેવાનું ટાળો અને બજારને ટાઈમ કરવાનો પ્રયાસ ન કરો.

Vadodara: સુરત જેવી દુર્ઘટના અટકી, વડોદરાની ફિનિક્સ સ્કૂલમાં આગ, 500 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version