Site icon સોહમ 24 ન્યુઝ

જાવેદ હબીબે થૂક લગાવીને વાળ કાપ્યા: મહિલાનો આરોપ, Video Viral

જાવેદ હબીબે થૂક લગાવીને વાળ કાપ્યા: મહિલાનો આરોપ, Video Viral

Google News Follow Us Link

સોશિયલ મિડિયા પર વેઇટરનો પરોઠા બનાવતી વખતે થૂંકવાનો વિડિયો, એ પછી દૂધના કેનમાં થૂંકવાનો વિડિયો વાઇરલ થયા છે. હવે મશહૂર હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે વાળ કાપતી વખતે થૂંકવાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જાવેદ હબીબએ થૂંક લગાવીને તેના વાળ કાપ્યા હતા.

                           https://twitter.com/rishibagree/status/1478737594774999041

આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ ના કરીને થૂંકનો ઉપયોગ કરે છે. તે આટલેથી અટકતો નથી અને કહે છે કે આ થૂંકમાં જાન છે. એ પછી સોશિયલ મિડિયા પર જાવેદ હબીબની ખૂબ ટીકા થઈ રહી છે. આ વિડિયોના વાઇરલ થયા પછી મહિલાનો પ્રતિભાવ સામે આવ્યો છે. જોકે જાવેદ હબીબે આ મામલે અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે

                          https://twitter.com/sachingupta787/status/1478774707323162625

જાવેદ હબીબનો એ વિડિયો મુઝફ્ફનગરનો બતાવવામાં આવે છે. તે જે મહિલાના વાળ કાપી રહ્યો છે, તેનું નામ પૂજા ગુપ્તા છે અને જ્યારે જાવેદ હબીબ મહિલાના વાળમાં થૂંકે છે, ત્યારે તે વિડિયોમાં અસહજ નજરે ચઢે છે.

મહિલાનો જે વિડિયો વાઇરલ થયો છે તે કહે છે કે મારું નામ પૂજા ગુપ્તા છે. વંશિકા બ્યુટી પાર્લર નામથી મારું પાર્લર છે. હું બડૌતની રહેવાસી છું. ગઈ કાલે હું જાવેદ હબીબના એક સેમિનારમાં ગઈ હતી. તેણે મને હેર કટ કરવા સ્ટેજ પર બોલાવી હતી. તેણે મિસબિહેવ કર્યું, તેણે કહ્યું હતું કે જો પાણી ના હોય તો થૂંકથી હેર કટ કરાવી શકો છો. હવે હું ગલીના નાકે હજામ પાસે વાળ કપાવીશ, પણ જાવેદ હબીબ પાસે નહીં જાઉં, એમ તેણે કહ્યું હતું.

LIC IPO : દેશના સૌથી મોટા IPO ની સફળતા માટે સરકાર FDI પોલિસીમાં ફેરફાર કરશે, જાણો વિગતવાર

વધુ સમાચાર માટે…

ચિત્રલેખા

Google News Follow Us Link

Exit mobile version