વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

  • પંચવટી કોમ્પ્લેક્ષમાં થયેલ ચોરીના ગુન્હામાં એલ.સી.બી. ઝડપી લીધા. 
  • શંકાસ્પદ ઈસમોનો ડેટા એકત્ર કરીને તપાસ હાથ ધરી
વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા
વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

પંચવટી કોમ્પ્લેક્ષમાં થયેલ ચોરીના ગુન્હામાં એલ.સી.બી. એ બે ઇસમોને 3,10,820 ના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. સુરેન્દ્રનગર ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પંચવટી કોમ્પલેક્ષમાં રાત્રિના સમયે થોડા સમય અગાઉ ચોરી થવા પામી હતી. ત્યારે આ બનાવમાં રોકડા રૂપિયા 22,00,000 લાખની ચોરી કર્યા અંગેની ચર્ચાસ્પદ ફરિયાદ પણ થવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આ બનાવની તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તેમજ શંકાસ્પદ ઈસમોનો ડેટા એકત્ર કરીને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. આ બનાવમાં અરવિંદભાઈ ઉર્ફે રાજુભાઈ હિંમતભાઈ મકવાણા અને વિજયભાઈ ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાની સંડોવણી ખુલવા પામતા પોલીસે આ બનાવમાં બન્ને ઇસમોને ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

જ્યારે ઝડપાયેલ અરવિંદભાઈ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 21,220 તથા ચોરીના પૈસામાંથી ખરીદેલ મોબાઇલ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,21,600નો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. જ્યારે વિજયભાઈ ઉર્ફ કાદર હિંમતભાઈ મકવાણા પાસેથી રોકડા રૂપિયા 1,58,000 તથા મોબાઇલ મળી કુલ રૂપિયા 3,10,820 નો મુદ્દામાલ રિકવર કરી ને ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ સુર સાગર ડેરી ખાતે ચેરમેનનાં અધ્યક્ષ સ્થાને સન્માન કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…