Site icon સોહમ 24 ન્યુઝ

સ્કૂલના કેમ્પસમાં દીપડાના આંટાફેરા : દીપડો મેદાનમાં ને વિદ્યાર્થિનીઓ પાંજરામાં, દીપડો રોજ 10 ફૂટ ઊંચી દીવાલ, 5 ફૂટની કાંટાળી વાડ કૂદીને આવે છે

સ્કૂલના કેમ્પસમાં દીપડાના આંટાફેરા : દીપડો મેદાનમાં ને વિદ્યાર્થિનીઓ પાંજરામાં, દીપડો રોજ 10 ફૂટ ઊંચી દીવાલ, 5 ફૂટની કાંટાળી વાડ કૂદીને આવે છે

ચોટીલા થાનગઢ રોડ ઉપર ઝરિયા મહાદેવનાં બોર્ડ પાસે આવેલ નાવા મોડેલ સ્કૂલ કેમ્પસમાં દીપડાનાં આટાફેરા વધ્યા હતા. આ અંગે જાણ થતા શાળાની દીકરીઓમાં ભયનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતા વન વિભાગ ટીમ દીપડાને ઝબ્બે કરવા પાંજરું મૂકવાની કવાયત હાથ ધરી છે.

સ્કુલમાં 200થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે

ચોટીલા થાન વચ્ચે સરકારી મોડેલ સ્કૂલ કેમ્પસ છે. તેમાં 2 હોસ્ટેલમાં 9થી 12 સુધીનું શિક્ષણ કાર્ય પણ કેમ્પસની અંદરની સ્કૂલમાં જ ચાલે છે. કેમ્પસ સંકુલમાં સ્કુલમાં 200થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 2 હોસ્ટેલ બિલ્ડિંગ છે. 1માં નળખંભા કેજીબીવીની 35 દીકરી 6થી 8 માટે અહીં સિફ્ટ થયેલ છે.

વન વિભાગની ટીમ દીપડાને પકડવા કાર્યરત

બીજા બિલ્ડિંગમાં 100 જેટલી દીકરી 9થી 12ની છે. ત્યારે કેમ્પસમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો રાત્રીનાં સમયે ધામા નાખે છે. મોડેલ સ્કૂલનાં આચાર્ય જયેન્દ્રસિંહ સોઢાએ હોસ્ટેલના સીસીટીવી ચેક કરી દીપડો હોવાનું જણાતા વન વિભાગની ટીમ દીપડાને પકડવા કાર્યરત બન્યા હતા. બુધવારે રાત્રે કેમ્પસમાં પાંજરું ગોઠવવામાં આવ્યું. આ વિસ્તારનાં જંગલમાં પેટ્રોલિંગ સઘન કરાયું છે.

દીપડાના ભયથી વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં રહેવા મજબૂર

દીપડાની દહાડની અસર વર્ણવતા કહે છે કે અહીં જંગલી પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. રાત્રે 11થી 12 વાગ્યા સુધી કેટલાક દિવસથી અહીંયા રોજ દીપડો જોવા મળે છે. બધી વિધ્યાર્થીનીઓ ડરી રહી છે. અમે દિવસનાં રમવા પણ નથી નિકળી શક્તા ભણતી વખતે પણ ભય રહે છે. છેલ્લા કેટલાક દિવસથી બિલ્ડિંગનાં બારણાની અંદર જ રહેવું પડે છે.

વન વિભાગે વાતો નહીં નક્કર આયોજન કરવાની જરૂર છે

કેમ્પસની ચારેય તરફ આશરે 10 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ છે. તેના ઉપર 4-5 ફૂટ ઊંચી કાંટાળા તાર છે. છતાં દીપડો કુદીને આવ- જા કરે છે. નાવા ગામની સીમથી થાન બાંડયાબેલી સુધી અંદરનો જંગલ વિસ્તારમાં દીપડાની સંખ્યા 10થી વધુ હોવાનું કહેવાય છે. જેઓ જંગલની બહાર સુધી આવતા આસપાસનાં લોકોમાં પણ ફફડાટ રહે છે. વન વિભાગે થોડા મહિના પહેલાની ઘટનાને નજરમાં રાખી જન જીવન અને પ્રાણી વચ્ચે સુરક્ષા માટે નક્કર આયોજન કરવું જરૂરી બન્યું છે.

લોકોમાં રાહત: દાતા દ્વારા સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ચાર રસ્તે ST પીકઅપ સ્ટેન્ડ બનાવાયું

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version