Site icon સોહમ 24 ન્યુઝ

લિકાની રૈન બસેરા ટીમ – સુરેન્દ્રનગરમાં ખુલ્લામાં સૂતા વધુ 7 લોકોને સેલ્ટર હોમ મોકલાયા

Likani Rain Basera Team – સુરેન્દ્રનગરમાં ખુલ્લામાં સૂતા વધુ 7 લોકોને સેલ્ટર હોમ મોકલાયા

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીમાં જાહેરમાં સૂતા અને એકલવાયા લોકોને વધુ તકલીફનો સામનો કરવો પડે છે. ત્યારે પાલિકાની રૈન બસેરા ટીમ કામે લગાડાઈ છે. જે રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સ લઇ ફરી વધુ 7 લોકોને સેલ્ટર હોમમાં આશરો આપ્યો છે. હાલ 122ની ક્ષમતાવાળા શેલ્ટર હોમમાં 50થી વધુ લોકો આશ્રય લઇ રહ્યા છે.

ઝાલાવાડમાં ઠંડીમાં ખાસ રાત્રિ દરમિયાન લોકોને ઘરોમાંથી બહાર નીકળવાનું પસંદ ન કરતાં રસ્તા સૂમસામ થઇ જાય છે. પરંતુ આવા સમયે જેમના ઘર નથી અને જાહેરમાં સુવા મજબૂર છે. તેવા લોકોને ઠંડીનો સામનો કરવા મજબૂર થવું પડે છે. ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય અને પ્રાદેશિક કમિશનર,અનિલકુમાર રાણાવસિયા અને ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયાના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ યોજાય છે.

એન.યુ.એલ.એમ. શાખા દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે દરરોજ નાઇટ ડ્રાઇવ કરાય છે. જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા એન.યુ.એલ.એમ. શાખાના ટેકનિકલ એક્સપર્ટ હિતેશભાઇ રામાનુંજ, ડી.પી.ઝાલા, ભૌતિક ઠાકર અને રેલ્વે પોલીસના અલ્પેશભાઇ વાઘેલા સિટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ઓવર બ્રીજની નીચેની જગ્યા, ઝુપડપટ્ટી વિસ્તારમાં જઇને ખુલ્લા આકાશ નીચે સૂઇ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવે છે. તેમને અને તેમાંથી 7 લોકોને નગરપાલિકાના વાહનથી આશ્રય ઘરમાં લઇ જવાયા હતા. આમ 122 લોકોની ક્ષમતા વાળા આશ્રય ઘરમાં 50થી વધુ લોકો હાલ આશ્રય લઇ રહ્યા છે.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાઇ

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version