LPG Price Hike: આજથી ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ
LPG cylinder price hike: ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં સતત ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. નવો ભાવ વધીને 999.50 રૂપિયા થયો.
- ઘરેલુ વપરાશના LPG સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો થયો
- 14.2 કિલોગ્રામના ઘરેલુ વપરાશના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો
- કોમર્શિયલ બાદ ઘરેલુ વપરાશના સિલિન્ડરના ભાવામાં વધારો કરાયો
નવી દિલ્હી: આજથી ઘરેલૂ એલપીજી સિલિન્ડર (Domestic LPG cylinder price)ની કિંમત વધી છે. રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 50 રૂપિયાનો વધારો કરાયો છે. આ સાથે જ દિલ્હીમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરની નવી કિંમત (LPG cylinder new price) વધીને 999.50 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર (Commercial LPG cylinder price)ની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરાયો હતો. દિલ્હીમાં હવે કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2355.5 રૂપિયા થયો છે. જ્યારે પાંચ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 655 રૂપિયા પર પહોંચી છે.
ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ, સીએનજીની કિંમત વધી
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને એલપીજીની કિંમત સતત વધી રહી છે. 22 માર્ચના રોજ સબસિડીવાળા ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો. આ પહેલા છઠ્ઠી ઓક્ટોબર 2021ના રોજ એલપીજીની કિંમત વધી હતી. એ વખતે ઘરેલૂ ગેસની કિંમતમાં કોઈ વધારો કરાયો ન હતો.
દર મહિને ભાવમાં થાય છે વધારો-ઘટાડો
ઉલ્લેખનીય છે કે ઘરેલૂ સિલિન્ડરની કિંમત એક રાજ્યથી અન્ય રાજ્યમાં અલગ અલગ હોય છે. આવું થવા પાછળનું કારણ સ્થાનિક ટેક્સ હોય છે. ગેસ વિતરણ કંપનીએ દર મહિનાની પહેલી તારીખે ભાવનો રિવ્યૂ કરે છે અને કિંમતમાં વધારો કે ઘટાડો કરે છે.
વર્ષમાં સબસિડીવાળા 12 સિલિન્ડર
ઉલ્લેખનીય છે કે વર્ષમાં 12 જેટલા ઘરેલૂ સિલિન્ડર (14.2 કિલોગ્રામ) સબસિડી પર આપવામાં આવે છે. 12 સિલિન્ડર કરતા વધારાના સિલિન્ડરની ખરીદી ગ્રાહકો બજાર ભાવે કરી શકે છે. PAHAL યોજના હેઠળ ગ્રાહકોને સબસિડાઝ્ડ ભાવે સિલિન્ડર પ્રાપ્ત થાય છે. સબસિડીનો આધાર અનેક વસ્તુઓ પર રાખે છે. જેમ કે ફોરેન એક્સચેન્જ રેટ્સ, ક્રૂડ ઓઇલ કિંમત વગેરે.
પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર
આજે શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે. દેશમાં હાલ સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રમાં છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા છે. ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે.