કાયદાનું ભાન કરાવ્યું : સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી કરતા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઉઠકબેઠક કરાવી
- આરોપીઓએ જાહેરમાં મારામારી કરતા શહેરીજનો ફફઢી ઉઠ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે 80 ફૂટ રોડ પર જાહેરમાં ભૂંડ પકડવા મામલે બે ગેંગ દ્વારા મારમારી કરવામાં આવી હતી અને જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી સામ સામે હુમલો કરવામા આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.પોલીસે આજે આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં ઉઠબેસ કરાવી હતી.
LCBએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા :
આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જો કે, આ ઝઘડો ભૂંડ પકડવા મામલે થયો હતો. ત્યારે ત્રણ ઈસમોને જીવલેણ ઇજાઓ પણ પહોંચી હતી.
આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું :
આ મામલે હુમલાખોરોની અટકાયત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. અને આજે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતુ. જાહેરમાં 80 ફૂટ રોડ પર ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. અને ત્યારબાદ કાયદાનું ભાન જાહેરમાં લોકો સમક્ષ કરાવવામાં આવ્યું હતુ. અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરે તેવા પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે