Site icon સોહમ 24 ન્યુઝ

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર ન્યૂયોર્કમાં બિલ ગેટ્સને મળ્યા

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર ન્યૂયોર્કમાં બિલ ગેટ્સને મળ્યા

Google News Follow Us Link

સાઉથના સ્ટાર મહેશ બાબુને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવામાં ભલે ગૌરવ ન લાગતું હોય, પરંતુ લીવિંગ લીજન્ડ સમાન બિલ ગેટ્સથી તેઓ અત્યંત પ્રભાવિત છે. મહેશ બાબુ ફેમિલી સાથે વેકેશન દરમિયાન ન્યૂયોર્ક ગયા હતા. જ્યાં અચાનક બિલ ગેટ્સ સાથે મુલાકાત થઈ હતી. ગેટ્સની સાદગી અને નમ્રતાથી અત્યંત પ્રભાવિત હોવાનું જણાવીને મહેશ બાબુએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે.

                              https://www.instagram.com/p/CfYGCEwvBtR/

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર હાલ ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. બુધવારે તેમણે બિલ ગેટ્સ સાથેના ફોટોગ્રાફ્સ શેર કરીને બધાને સરપ્રાઈઝ આપી હતી. આ સાથે મહેશબાબુએ બિલ ગેટ્સને વિઝનરી અને ઈન્સ્પિરેશન ગણાવ્યા હતા. યુએસ વિઝિટ પહેલા મહેશ બાબુ અને નમ્રતા ઈટાલી ગયા હતા. તેમની સાથે બંને બાળકો પણ હતા. બુધવારે મહેશ બાબુએ ઈન્સ્ટાગ્રામ પર સ્પેશિયલ ફોટોગ્રાફ શેર કરીને લખ્યુ હતું કે, આજે હું અને મારી વાઈફ બિલ ગેટ્સને મળ્યા હતા. તેમની સાદગી-નમ્રતાથી પ્રભાવિત થયા.

67 વર્ષની ઉંમરે હૃતિક રોશનના માતાએ પાણીમાં કર્યા યોગ, જુવાનિયાઓને પણ શરમાવે તેવી છે પિન્કી રોશનની ફિટનેસ

રેસ્ટોરન્ટ્સમાં બિલ ગેટ્સની સાથે તેમની મુલાકાત થઈ હોય તેવું લાગે છે. મહેશ બાબુએ બિલ ગેટ્સને વિઝનરી અને ઈન્સ્પિરેશન ગણાવ્યા હતા. સરકારુ વારિ પટ્ટા ફિલ્મની રિલિઝ બાદ મહેશ બાબુ ફેમિલી સાથે યુકે અને યુએસમાં વેકેશન પર છે. મહેશ અને નમ્રતા પોતાના વેકેશનના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપડેટ કરતા રહે છે. બુધવારે તેમની આ પોસ્ટ બાદ ફોરેન વેકેશન આ વખતે વધારે સ્પેશિયલ બન્યું છે.

‘તારક મેહતા…’નો ‘ટપ્પુ’ ઉર્ફે રાજ અનડકટનું ભાગ્ય ચમકી ગયું, બોલીવુડના આ સ્ટારની સાથે કરશે કામ

વધુ સમાચાર માટે…

નવગુજરાત સમય

Google News Follow Us Link

Exit mobile version