Site icon સોહમ 24 ન્યુઝ

વરસાદમાં આ 3 રીત અપનાવી તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ બનાવો, ફોનમાં ધૂળ-માટી પણ નહિ જાય, ખર્ચો માત્ર 200 રૂપિયા

વરસાદમાં આ 3 રીત અપનાવી તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ બનાવો,

ફોનમાં ધૂળ-માટી પણ નહિ જાય, ખર્ચો માત્ર 200 રૂપિયા

વરસાદની ઋતુમાં ઘરથી બહાર નીકળતા સમયે ફોન અને અન્ય ગેજેટ્સની સેફ્ટી રાખવી જરૂરી છે. સ્માર્ટફોન વોટરપ્રૂફ ન હોય તો ખાસ ધ્યાન રાખવું પડે છે. માર્કેટમાં ઘણી એક્સેસરીઝ એવેલેબલ છે જે તમારા સ્માર્ટફોનને વોટરપ્રૂફ બનાવશે. સાથે જ કેટલીક ટિપ્સની મદદથી પણ તમે તમારો ફોન સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ આવી ટ્રિક અને ટિપ્સ…

  1. વોટરપ્રૂફ કેસનો ઉપયોગ :-

ઘણી વખત સેફ્ટી બાદ પણ ફોન પાણીમાં પડી જાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે યુઝરની પાસે એક એવું સ્માર્ટ કવર હોય જે ફોનને વોટરપ્રૂફ બનાવે. અમે જે કવર વિશે જણાવી રહ્યા છે તે વરસાદમાં ફોનને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખશે. વોટરપ્રૂફ કેસ પણ હાર્ડ કેસ અને સોફ્ટ કેસમાં આવે છે.

કેસની વિશેષતા

કિંમતઃ 200થી 1000 રૂપિયા સુધી

-> કવરના ફાયદાઃ આ કેસમાં સ્માર્ટફોનનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. ફોનના તમામ પ્રકારના બટન, કંટ્રોલ અને બીજા પાર્ટ માટે તેમાં એક્સેસ હોય છે. તે વોટરપ્રૂફ હોવાની સાથે શોકપ્રૂફ અને ડસ્ટપ્રૂફ પણ હોય છે.

-> કવરના નુકસાનઃ જો કવર હાર્ડ મટિરિયલનું હોય તો તે ભારે હોઈ શકે છે, અથવા તેની સાઈઝ એટલી વધારે હશે કે તમે ફોનને ખિસ્સામાં સરળતાથી રાખી શકશો નહીં. કોલ આવશે તો પણ ખબર નહીં પડે.

નોંધઃ વોટરપ્રૂફ કવરનો ઉપયોગ વરસાદ દરમિયાન કરવો જોઈએ. ફોનને હંમેશા આવા કવરમાં ન રાખવો જોઈએ.

તમારા સામાન્ય ટીવીને ઘરેથી સરળતાથી સ્માર્ટ બનાવો, આ ઉપકરણો કામ કરશે

2. નેનો કોટિંગ (વોટર રેઝિસ્ટન્સ) :-

નેનો કોટિંગ એક હાઈડ્રોફોબિક લિક્વિડ હોય છે, જેથી સપાટી પર પાણી નથી રહેતું. તેનો ઉપયોગ વોટરપ્રૂફ ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ પર કરવામાં આવે છે, કેમ કે તેના કારણે પાણી ડિવાઈસની અંદર નથી જઈ શકતું. જો કે, આ કોટિંગથી ફોન વોટરપ્રૂફ નથી બનતો, પરંતુ તેને સામાન્ય વરસાદ અને છાંટાથી બચાવી શકાય છે. નેનો કોટિંગને ફોનની ઉપરથી સરળતાથી દૂર કરી શકાય છે.

કિંમતઃ 500થી 1000 રૂપિયા સુધી

-> નેનો કોટિંગના ફાયદાઃ આ કોટિંગના ઉપયોગથી ફોનને કોઈ નુકસાન નથી થતું. એટલે કે ફોનની સ્ક્રીન પર આ કોટિંગ લગાવવાથી ફોન પહેલાની જેમ જ કામ કરે છે. ​​​​​​

-> નેનો કોટિંગના નુકસાનઃ તેને લગાવ્યા બાદ ફોનને પાણીમાં નાખવાની ભૂલ ન કરવી. તે શોકપ્રૂફ નથી. ફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે.

નોંધઃ તે ફોનને ડેઈલી પાણીના છાંટા, ડસ્ટથી બચાવે છે. સારી ક્વોલિટીના કોટિંગની લાઈફ 6 મહિના સુધીની હોય છે.

3. વોટરપ્રૂફ ફોન સ્કિન :-

ફોનને વોટરપ્રૂફ બનાવવાાની આ સૌથી સસ્તી રીત છે. વોટરપ્રૂફ ફોન સ્કિન એક પાતળી એડહેસિવ ફિલ્મ હોય છે, જે ફોન પર સીધી લગાવવામાં આવે છે. સ્કિનમાં ફોનને ફિક્સ કર્યા બાદ પાછળની તરફથી કવર કરવામાં આવે છે. જો કે, તે કાયમી સમાધાન નથી અને ફક્ત થોડા દિવસો માટે જ તેનો ઉપયોગ કરી શકાય છે.

કિંમતઃ 200થી 2000 રૂપિયા સુધી

-> વોટરપ્રૂફ સ્કિનના ફાયદાઃ સસ્તી છે અને કોઈપણ નોર્મલ ફોનની સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.

-> વોટરપ્રૂફ સ્કિનના નુકસાનઃ ફોન ચાર્જ કરવા માટે સ્કિનને દૂર કરવી પડે છે. સાઉન્ડ ક્વોલિટી ખરાબ થઈ જાય છે. મર્યાદિત સમય સુધી જ ઉપયોગ કરી શકાય છે.

નોંધઃ ડેઈલી લિક્વિડ ડેમેજથી ફોનને બચાવે છે. પાણીની સાથે ધૂળ અને માટીથી પણ ફોનને સુરક્ષિત રાખે છે.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પાએ પહેલીવાર તોડ્યું મૌન, પોતાના બાળકોના હિતાર્થે કરી ખાસ વિનંતી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Exit mobile version