સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ બોર્ડમાંથી 8 કિલો ને 100 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
- એસઓજી પીઆઈએ દરોડો પાડી રૂ. 50,600નો મુદામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગરની જુની હાઉસીંગ બોર્ડમાં બાતમીના આધારે એસઓજી ટીમે દરોડા પાડયો હતો. જેમાં એક શખ્સને રૂ. 48,600ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ સાધનો સહિત રૂ. 50,600ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. જિલ્લામાં ગેરકાયદે નાર્કોટિસના પદાર્થ,કેફી, ઔષધો,ગાંજો, અફિણ સહિતનું વેચાણ-હેરાફારી ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. સુરેન્દ્રનગર જુની હાઉસીંગ અંલકાર રોડ વિસ્તારમાં એક આરોપી ગાંજાની નાની-મોટી પડીકીઓ બનાવી વેચાણ કરતો હોવાની એસઓજી પીઆઈ વી.વી.ત્રિવેદીને બાતમી મળતી હતી.
આ રેડમાં પીઆઈ વી.વી.ત્રિવેદી, એફ.એસ.એલ. અધિકારી ડો. અભિજીતસિંહ પઢિયાર, દાજીરાજસિંહ રાઠોડ, પ્રવીણભાઇ આલ, મહિલપાલસિંહ રાણા, જયરાસિંહ ઝાલા, સંગીતાબા રાણા, બલભદ્રસિંહ રાણા વગેરે સ્ટાફ જોડાયો હતો. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા દશરથસિંહ ચૌહાણ સામે બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી.