Electoral – ચૂંટણીલક્ષી તમામ પ્રકારની જાહેરાતો/જીંગલ્સ/ઇન્સર્શન્સ/બાઇટસ્ વગેરેના પ્રસારણ માટે MCMC નું પ્રમાણપત્ર લેવાનું રહેશે
ચૂંટણીલક્ષી તમામ પ્રકારની જાહેરાતો/જીંગલ્સ/ઇન્સર્શન્સ/બાઇટસ્ વગેરેના પ્રસારણ માટે MCMC નું પ્રમાણપત્ર લેવાનું રહેશે
- ચૂંટણીલક્ષી જાહેરાતો,જીંગલ્સ,ઇન્સર્શન્સ,બાઇટસ્ વગેરેના પ્રસારણ માટે MCMC નું પ્રમાણપત્ર લેવાનું રહેશે
ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022ના જાહેર થયેલ કાર્યક્રમ અન્વયે તા-01/12/2022 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન યોજાનાર છે. ભારતનાં ચૂંટણીપંચની માર્ગદર્શક સુચનાઓ અન્વયે જિલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો જીંગલ્સ/ ઇન્સર્શન્સ /બાઇટ્સ વગેરેનાં સર્ટિફીકેશન માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષ સ્થાને મિડીયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી (MCMC) ની રચના કરવામાં આવી છે.
MCMC કમીટીનું પ્રમાણપત્ર
તદ્દઅનુસાર, ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત આપતાં પહેલા જિલ્લાની મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી (MCMC) સમક્ષ તેને પ્રમાણિત કરાવીને MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ જે તે જાહેરાત પ્રસારણ માટે આપવાની રહેશે. આવી જાહેરાતોના ટેલિકાસ્ટની સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.
અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’
રાજકીય જાહેરાત આપવા અગાઉ અરજી કરવાની રહેશે
ઇલેકટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલમાં અરજી સાથે જોડવાની રહેશે.
આવી જાહેરાત જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ્ વગેરેનું સર્ટિફીકેશન મેળવવા માટે જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC સમિતિના સભ્ય સચિવશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી, સુરેન્દ્રનગરને નિયત નમૂનાની અરજીમાં
જાહેરાતની વિગતોની પ્રમાણીત કરેલ સી.ડી.(સોફ્ટ કોપી-હાર્ડ કોપી) બે નકલમાં જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે રજુ કરવાની રહેશે.
MCMC કમીટી દ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્સર્શનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન્સ માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલિવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતનાં સૂચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.
મતદાન જાગરૂકતા અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ, કોલેજમાં રેલી તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
બધી ચુકવણી એકાઉન્ટ પે ચેકથી કરવામાં આવશે
જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યક્તિએ આપી હોય તો, તે વ્યક્તિ સોગંદનામા પર જાહેર કરશે કે, તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉક્ત જાહેરાત કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી. બધી ચુકવણી એકાઉન્ટ પે ચેકથી કરવામાં આવશે તેવી કબુલાત જેવી બાબતોનો સમાવેશ કરવાનો થશે.
જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેની અરજી કરવાની રહેશે
વધુમાં ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સનું પ્રસારણ થઇ શકશે નહીં. ચૂંટણી કામગીરી માટે નિયુક્ત ચૂંટણી અધિકારીશ્રીઓ/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. તથા કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-1995 તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કૉર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉક્ત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સત્તા આપવામાં આવી છે, જેની ખાસ નોંધ લેવા અને ચૂંટણીપંચની ઉપરોક્ત સૂચનાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
સુરેન્દ્રનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા, તૈયારીઓને આખરીઓપ અપાયો