Site icon સોહમ 24 ન્યુઝ

Youth Employment – યુવા રોજગારીઓ દ્વારા નવા સ્ટાર્ટ અપને વેગ મળે તે હેતુથી બેઠક

Youth Employment – યુવા રોજગારીઓ તથા યુવાનો દ્વારા નવા સ્ટાર્ટ અપને વેગ મળે તે હેતુથી બેઠક યોજાઇ

Google News Follow Us Link

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતના 700 જિલ્લામાં આ કાર્ય ગતિથી ચાલી રહ્યું છે. જેમનું નેતૃત્વ સ્વદેશી જાગરણ મંચ કરી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ કાર્યને ગતિ આપવા માટે એક મહત્વની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

આ બેઠકમાં ગુજરાત પ્રાંત સંગઠક મનોહરજી તથા પશ્ચિમ ક્ષેત્ર સંયોજક રમેશભાઈ દવે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મનસુખભાઈ સભાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિવિધ આયોમોના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. આ અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં આ વિશે આગળ વધે તથા યુવા રોજગારીઓ તથા યુવાનો દ્વારા નવા સ્ટાર્ટ અપ ને વેગ મળે તે હેતુથી સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Welcome Program – ચોટીલા જલારામ મંદિર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version