Site icon સોહમ 24 ન્યુઝ

નવરાત્રિની મોજ બગાડશે મેહુલિયો! આજે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા

નવરાત્રિની મોજ બગાડશે મેહુલિયો! આજે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા પધરામણી કરશે.

Google News Follow Us Link

હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં નવેનવ દિવસ સામાન્ય વરસાદ વરસશે. જતાં-જતાં પણ મેઘરાજા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મહેર કરશે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે.

આજે જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત,તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે

આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજયમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ ખાબકી શકે છે.
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન

ગઇકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ નવરાત્રીના ટાણે જ વરસાદે એન્ટ્રી મારી હતી.
તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.
ગઇકાલે બપોર બાદ બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે રમઝટ બોલાવી હતી. બોજા નોરતે પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘો મંડાયો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચમાં પણ ગઇકાલે વરસાદે એન્ટ્રી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

28 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ વરસી શકે: અંબાલાલ પટેલ

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે.
ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા સેવાઇ છે. 28 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયોવરસાદ વરસી શકે છે.
પાટણની નગરદેવીનો પ્રાચીન ઇતિહાસ: માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ’ અને સિધ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા, પછી માતાજી સ્વયંભૂ પ્રગટ થયાં

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version