Site icon સોહમ 24 ન્યુઝ

કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળી: અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીતાં જ ગરોળી ઉપર આવી ને યુવકે હોબાળો મચાવ્યો

કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળી: અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીતાં જ ગરોળી ઉપર આવી ને યુવકે હોબાળો મચાવ્યો

Google News Follow Us Link

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી, પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી છે.

https://twitter.com/Bhargav21001250/status/1527928949010857985?cxt=HHwWgoCg_ZTSpbQqAAAA

અચાનક ગરોળી જોતાં હું ચોંકી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકા કોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જોષીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું જ્યાં બેઠો હતો ત્યારે મગાવેલા કોલ્ડ ડ્રિંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતાં જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી.

મેનેજરને ફરિયાદ કરી, પણ ધ્યાન ન આપ્યું

મરેલી ગરોળી દેખાતાં જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો ત્યાં મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી હું ડરી ગયો હતો. બીજી તરફ, મેનેજરને પણ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અવારનવાર બનતી ઘટનાઓ છતાં ખાસ કોઈ પગલાં ના લેવાતાં લોકો ભોગ બનતા રહે છે, પરંતુ આ અંગે હું છેક સુધી ફરિયાદ કરવાના મૂડમાં છું.

અમદાવાદ : બેફામ ડ્રાઇવરો સાવધાન! SG હાઇવે પર 70 થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો, લાયસન્સ પણ થઈ શકે છે રદ્દ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version