Site icon સોહમ 24 ન્યુઝ

મન્ડે પોઝિટિવ: છેલ્લા 10 વર્ષથી નિ:શુલ્ક તાલીમ આપતા ઝાલાવાડના કોચ

મન્ડે પોઝિટિવ: છેલ્લા 10 વર્ષથી નિ:શુલ્ક તાલીમ આપતા ઝાલાવાડના કોચ

સુરેન્દ્રનગર જિલ્લાનો થોડા વર્ષોથી રમતગમતમાં દબદબો ખિલી ઊઠ્યો છે. તેનું મુખ્ય કારણ છેલ્લા 10 વર્ષથી નિ:શુલ્ક તાલીમ આપતા ઝાલાવાડના કોચનો મહત્વનો ફાળો છે. હાલમાં પણ તેઓ 365 દિવસ યુવાનોને સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી તેમજ બાસ્કેટ બોલની તાલીમ આપી રહ્યા છે.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાનો થોડા વર્ષોથી રમતગમતમાં દબદબો ખિલી ઊઠ્યો છે. તેનું મુખ્ય કારણ છેલ્લા 10 વર્ષથી નિ:શુલ્ક તાલીમ આપતા ઝાલાવાડના કોચનો મહત્વનો ફાળો છે. હાલમાં પણ તેઓ 365 દિવસ યુવાનોને સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી તેમજ બાસ્કેટ બોલની તાલીમ આપી રહ્યા છે.

લખતર તાલુકાના મોઢવણા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા ઝાલા યશપાલસિંહ ભુરૂભા કે જેઓ ઝાલાવાડના યુવાનો માટે સતત પ્રેરણાદાઇ બની રહ્યા છે. કારણ કે યશપાલસિંહ ઝાલા 2013થી એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં પીટીઆઈ તરીકે નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.

જેના કારણે ઝાલાવાડના અનેક યુવાનો આ કોચની તાલીમ અને માર્ગદર્શન નીચે વોલીબોલ, કબડ્ડી, ફૂટબોલ, બાસ્કેટ બોલ સહિતની રમતોમાં કૌવત દાખવીને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરની આ કોલેજમાં 365 દિવસ સાંજના 6થી 9 કલાક એટલે કે દરરોજ 3 કલાક સુધી યશપાલસિંહ ઝાલા વિવિધ રમતોની ટ્રેનિંગ આપી રહ્યા છે.

જેના કારણે તેમના કોચ નીચે છેલ્લા 10 વર્ષમાં 30થી 35 યુવાન નેશનલ કક્ષાએ પણ રમી ચૂક્યા છે. સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં આ તાલીમ ચાલુ છે, જિલ્લાની કોઇપણ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો કોઇપણ જાતની ફી વગર નિ:શુલ્ક તાલીમ લઇ શકે છે. યુનિવર્સિટીની જે સ્પર્ધાઓ હોય છે તેની 25 વર્ષની વયની મર્યાદા હોય છે.

અને સ્કૂલ ગેમમાં અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19ની મર્યાદા હોય છે. જેમાં છેલ્લા ખેલ મહાકુંભમાં અન્ડર-14 અને અન્ડર- 17માં સુરેન્દ્રનગર જિલ્લામાં જે છોકરાઓ આ કોચ પાસે ટ્રેનિંગ લીધી હોય તે ચેમ્પિયન બની રહ્યા છે. યશપાલસિંહ ઝાલા પણ પોતે 5 વર્ષ નેશનલ વોલીબોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડી રહ્યા હતા.

છેલ્લા 5 વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વોલીબોલ ટીમના મેનેજર તેમજ છેલ્લા ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર સ્પર્ધા થયા તેમાંથી વોલીબોલ ટીમના ખેલાડીની સિલેક્શન કિમીટીમાં પણ ફરજ બજાવી રહ્યાં છે. હાલમાં જ 4 દિવસ પહેલા પરિણામ આવ્યું હતું. જેમાં જિલ્લાની અન્ડર-14 વોલીબોલ સ્પર્ધામાં સ્ટેટ લેવલમાં ત્રીજો નંબર મેળવીને બ્રોઝ મેડલ મેળવ્યો હતો.

ભ્રષ્ટાચારની શંકા: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના નિવાસસ્થાને CBIના દરોડા, અનેક ફરિયાદોના પગલે કાર્યવાહી, સુરતથી એક વેપારીની ધરપકડ

તમામ બાળકોને આ કોચે નિ:શુલ્ક તાલીમ આપી હતી. આ નિ:શુલ્ક સેવા સાથે હાલ યશપાલસિંહ 4 , 5 જૂન-2022માં સુરેન્દ્રનગરના બાળકો માટે વોલીબોલ લીગ એક ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે. જેમાં 6 ઓર્નર છે, જેમાં 76 ખેલાડી સાથેની 12 ખેલાડીની ટીમ ભાગ લેશે.

કોચની તાલીમ યુવાનોની સિદ્ધિ:

છેલ્લા 7 વર્ષથી એમ.પી.શાહ કોમર્સ કોલેજની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે. 2017-18માં ફૂટબોલની સ્પર્ધામાં 2 વર્ષ ચેમ્પિયન બની. કબડ્ડીમાં 2016-17માં વિજેતા બની. ગુજરાત સરકારની સ્કૂલ-કોલેજ લીગ સ્પર્ધામાં 2016માં ફૂટબોલમાં ગુજરાત સ્ટેટમાં ચેમ્પિયન બન્યા હતા.

દરેક વ્યક્તિ આગળ આવે તે લક્ષ્યાંક:

હું પોતે વોલીબોલનો ખેલાડી હતો અને પછી વચ્ચેનો સમયગાળો જે હતો તેમાં અમે ગામડે ગયા હતા. પછી ખેલમહાકુંભ ચાલુ થયો, ખેલમહાકુંભ એ એવી વસ્તુ છે કે તેમાં કોઇ ઉંમરની મર્યાદા નથી. બધા રમી શકી. એટલે ફરીથી વોલીબોલ ખેલમહાકુંભ દ્વારા મેં પોતે ચાલુ કર્યું. એ સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર રહેવા આવવાનું થયું. કોમર્સ કોલેજમાં યુવાનો રમતા હતા પરંતુ તેમને બેઝિક જ્ઞાન ન હતુ.

આથી મે 2011-12માં તેમની સાથે રમવાનું ચાલુ કર્યુ. અને પછી કોલેજમાં પીટીઆઈ હતા નહી આથી કોલેજ તંત્રને જણાવ્યું કે પીટીઆઈને જે તમે આપતા હોય તે સ્પોટર્સના સાધનોમાં ફાળવી દેવાનું કહીને નિ:શુલ્ક સેવા શરૂ કરી હતી. – યશપાલસિંહ બી.ઝાલા, કોચ

લોકાર્પણ: રૂ.150 માં સારવાર, ઈમ્પોર્ટેડ મશીનરી-એક્સપર્ટ ડૉક્ટર્સ: જાણો આટકોટની હોસ્પિ.ની વિશેષતા, PM મોદીએ કર્યું લોકાર્પણ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version