Site icon સોહમ 24 ન્યુઝ

હવે ઈન્ટરનેટમાં મળશે વધુ સ્પીડ: 5G સ્પેક્ટ્રમ હરાજીને કેબિનેટમાં મંજૂરી મળી, આવતા વર્ષ સુધી સર્વિસ મળશે; 4G કરતાં 10 ગણી સ્પીડ

હવે ઈન્ટરનેટમાં મળશે વધુ સ્પીડ: 5G સ્પેક્ટ્રમ હરાજીને કેબિનેટમાં મંજૂરી મળી, આવતા વર્ષ સુધી સર્વિસ મળશે; 4G કરતાં 10 ગણી સ્પીડ

Google News Follow Us Link

કેન્દ્રીય કેબિનેટે દેશમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રસ્તાવ પ્રમાણે, 72 ગીગા હર્ટ્સના સ્પેક્ટ્રમની આગામી 20 વર્ષ માટે હરાજી કરવામાં આવશે. હરાજીમાં સફળ રહેનારી કંપની એના દ્વારા 5G સર્વિસ આપી શકશે. એની સ્પીડ હાલની 4G સર્વિસ કરતાં 10 ગણી વધારે હશે.

જોકે દેશમાં હજી 5G સર્વિસ શરૂ કરવાની તારીખ નક્કી નથી, પરંતુ સરકારના નિયમ પ્રમાણે, જે કંપની સ્પેક્ટ્રમ ખરીદશે તેણે 6 મહિનાથી 1 વર્ષની અંદર સર્વિસ શરૂ કરવી પડશે. ઘણી ટેલિકોમ કંપનીઓએ આ વિશેની તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. તેઓ સ્પેક્ટ્રમ ખરીદ્યાના 3થી 6 મહિનાની અંદર સર્વિસ શરૂ કરી શકે એમ છે.

SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

જુલાઈ 2022ના અંત સુધીમાં હરાજી
20 વર્ષના વેલિડિટી પીરિયડની સાથે કુલ 72097.85 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી જુલાઈ 2022ના અંત સુધીમાં કરી દેવામાં આવશે. સ્પેક્ટ્રમની હરાજી નીચામાં (600 MHz, 700 MHz, 800 MHz), મીડિયમમાં (3300 MHz) અને હાઈમાં (26 MHz) ફ્રિકવન્સી બેન્ડ માટે કરાશે.

20Gbps સુધી ડેટા ડાઉનલોડ સુધીની સ્પીડ મળી શકશે
5G નેટવર્કમાં 20 Gbps સુધી ડેટા ડાઉનલોડ સુધીની સ્પીડ મળી શકે છે. ભારતમાં 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ડેટા ડાઉનલોડની મહત્તમ સ્પીડ 3.7 Gbps સુધી પહોંચી ગઈ છે. ત્રણેય કંપનીઓ એરટેલ, વોડાફોન આઈડિયા અને જીઓએ 5G નેટવર્ક ટ્રાયલમાં 3Gbps સુધીના ડેટા ડાઉનલોડનો સ્પીડ ટેસ્ટ કર્યો છે.

5G શરૂ થતાં સામાન્ય લોકોને શું ફાયદો થશે?
5G ઈન્ટરનેટ સેવાના શરૂ થતાં જ ભારતમાં ઘણાં પરિવર્તન આવવાની શક્યતા છે. એનાથી લોકોનાં કામમાં સરળતા તો આવશે જ અને એની સાથે સાથે મનોરંજનક્ષેત્રે પણ ઘણાં પરિવર્તનો આવવાની શક્યતા છે. 5G માટે કામ કરતી કંપની એરિક્સનનું માનવું છે કે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધારે 5G ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા થઈ જશે.

આધાર નંબરને વધારે સિક્યોર બનાવો: હવે ક્યાંય પણ આધાર નંબર આપ્યા વગર આધારકાર્ડનો ઉપયોગ કરો, ડાઉનલોડ કરી લો માસ્ક્ડ આધાર

જાણો 5G શરૂ થતાં સામાન્ય લોકોને શું ફાયદો થવાનો છે…

– યુઝર્સની ઈન્ટરનેટની સ્પીડ વધી જશે. – વીડિયો ગેમિંગક્ષેત્રે 5Gના કારણે ઘણાં પરિવર્તન આવશે. – યુટ્યૂબ પર વીડિયો અટક્યા વગર ચાલી શકશે, – વ્હોટ્સએપ કોલમાં કોઈપણ એરર વગર અવાજ સંભળાશે. – મૂવી 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. – ખેતીક્ષેત્રે ખેતરોની દેખરેખમાં ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. – મેટ્રો અને ડ્રાઈવર વગર ચાલતી ટ્રેનને ઓપરેટ કરવાની સરળ રહેશે. – વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીમાં રોબોટનો યુઝ કરવો સરળ રહેશે. – 5Gના આવવાથી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને કનેક્ટ કરવામાં સરળતા રહેશે.

દેશના કયા શહેરમાં સૌથી પહેલા લોન્ચ થઈ શકે છે 5G ઈન્ટરનેટ?
દેશમાં 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ત્રણ મોટી પ્રાઈવેટ ટેલિકોમ કંપની ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા કામ કરે છે. આ ત્રણેય કંપનીએ મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપની એરિક્સન અને નોકિયા સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું છે.

શિવભક્ત: ટીવીની નાગિન બની ગઈ અંધારાની રાણી, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મૌની રૉયનો લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version