Site icon સોહમ 24 ન્યુઝ

Dengue Cases – સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા

Dengue Cases – સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા

સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે.

Google News Follow Us Link

ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા છે.

સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં ડેન્ગ્યુના શંકાસ્પદ 557 કેસ હતા. બીજી તરફ એક મહિનાના આ સમયગાળામાં મેલેરિયાના 66 કેસ નોંધાયા છે. જેમાં ગત સપ્તાહમાં 23 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ચિકનગુનિયાના કુલ 3 કેસ નોંધાયેલા છે. આગામી દિવસોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયાનેકિસમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

વાયરલ ઈન્ફેક્શન, શરદી-ઉધરસના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1867 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે વાયરલ ઈન્ફેક્શનના રોજના 270થી વધુ દર્દી આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાના આ સમયગાળામાં વાયરલ ઈન્ફેક્શનના 5537 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સિવાય એક સપ્તાહમાં ડાયેરિયાના 41, હિપેટાઈટિસના 7, ટાઇફોઇડના 6 કેસ નોંધાયેલા છે.

Raksha Bandhan – રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

ગુજરાતી જાગરણ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version