Site icon સોહમ 24 ન્યુઝ

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

Google News Follow Us Link

ઘણા યુઝર્સને સ્માર્ટફોન જૂનો થવા પર હેંગ થવાની સમસ્યા રહે છે. જૂનો સ્માર્ટફોન હોવાને કારણે ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર બંને જૂના થઈ જાય છે, જેની અસર ફોનના પરફોર્મન્સમાં જોવા મળે છે. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો જૂનો સ્માર્ટફોન પણ સ્મુથ ચાલશે.

1.આ બાબતોનું રાખો ધ્યાન

ઘણીવાર જૂના સ્માર્ટફોનમાં લગાવવામાં આવેલ સ્ક્રીન પ્રોટેક્ટર અથવા ટેમ્પર્ડ ગ્લાસ જૂના થઈ જાય છે. જૂના સ્ક્રીન ગાર્ડમાં ઘણા પ્રકારના સ્ક્રેચ પડી જાય છે, જે આપણે જોઈ શકતા નથી. સ્ક્રીન પ્રોટેક્ટરના સ્ક્રેચ અથવા જુના થવાને કારણે ડિસ્પ્લેનો ટચ સ્મુથ રહેતો નથી, જેના કારણે ફોનનું પરફોર્મન્સ પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં તમારે સમયાંતરે ફોનના સ્ક્રીન ગાર્ડને બદલતા રહેવું જોઈએ.

2.ફોનને સાફ કરતા રહેવું

આ સિવાય ફોનની સફાઈ કરવી જરૂરી છે. તમારે સમયાંતરે જૂના ફોનને સાફ કરતા રહેવું જોઈએ, જેથી ફોનમાંથી ધૂળના કણો દૂર થઈ શકે. આમ કરવાથી ફોનનો વિઝ્યુઅલ એક્સપીરિયન્સ બહેતર બનાવી શકાય છે.

3.સ્ટોરેજને ખાલી કરતા રહો

જૂના ફોનમાં ઓછી રેમ અને ઓછી સ્ટોરેજ હોય ​​છે. સમયાંતરે તમારા ફોનના સ્ટોરેજને ખાલી કરતા રહો, જેથી ફોન સરળતાથી કામ કરી શકે.

4.સોફ્ટવેરને અપડેટ કરતા રહો

તમારા સ્માર્ટફોનના સોફ્ટવેરને અપડેટ કરતા રહો. ઘણા જૂના ફોન 3 વર્ષ સુધી ઓપરેટિંગ સોફ્ટવેર અપડેટ મેળવે છે. ફોન અપડેટ થવાને કારણે હેકર્સ દ્વારા થતા હુમલાઓથી બચી શકાય છે અને ફોનનું પરફોર્મન્સ પણ સુધારી શકાય છે.

5.એપ્સને અનઇન્સ્ટોલ કરો

આ સિવાય તમારા સ્માર્ટફોનમાંથી જરુર ન હોય તેવી એપ્સને અનઇન્સ્ટોલ કરો. આમ કરવાથી ફોનમાં સ્પેસ ખાલી થાય છે. જેથી તમે તમારા ફોનમાં અન્ય ઉપયોગિતા એપ્સ ઇન્સ્ટોલ કરી શકો.

6.વધારે ચાર્જ ન થવા દો.

તમારા સ્માર્ટફોનને ક્યારેય વધારે ચાર્જ ન થવા દો. આમ કરવાથી ફોન પર અસર પડી શકે છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની સાથે-સાથે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સને સમય સમય પર અપડેટ કરતા રહો.

Kolkata Rape Case – સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના જુનીયર ડોક્ટરોએ કેમ્પસમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી ન્યાયની માંગણી કરી

VTV ગુજરાતી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version