Site icon સોહમ 24 ન્યુઝ

મૂળી: મૂળીના દુધઇમાં બુધવારે મોડી સાંજે 2 કોમ વચ્ચે અગાઉના મનદુઃખે મારામારી

Muli: In the dudhai of muli late Wednesday evening between 2 com sad blows fights.

Muli: In the dudhai of muli late Wednesday evening between 2 com sad blows fights.

મૂળી: મૂળીના દુધઇમાં બુધવારે મોડી સાંજે 2 કોમ વચ્ચે અગાઉના મનદુઃખે મારામારી

Google News Follow Us Link

મૂળી તાલુકાનાં દુધઇ ગામે બુધવારે મોડી સાંજે 2 કોમ વચ્ચે અગાઉ થયેલ ઝઘડાનું દુ:ખ રાખી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં 3 જેટલા મોટરસાઇકલને નષ્ટ કરાતા તાત્કાલિક મૂળી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કન્ટ્રોલ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાનાં બનાવો જાણે સામાન્ય બની ગયા હોઈ અને કાયદાનો જાણે કોઇને ડર જ ન હોય તેમ બનાવો સામે આવતા હોય છે. ત્યારે મૂળીનાં દુધઇ ગામે રહેતા અજયભાઇ ભરતભાઇ સારલા દુધઇ ગામે દુકાને ઊભા હતા ત્યારે ગામના જ કેટલાક શખસો ત્યાં લાકડીઓ લઇ આવી મારવા લાગ્યા હતા. અને જોત જોતામાં માહોલ વધારે ગરમ થતા બન્ને પક્ષનાં લોકો સામસામે આવી જતા અને 3 જેટલા મોટરસાઇકલમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડાયું હતું.

જ્યારે અજયભાઇને પગનાં ભાગે ઇજાઓ પહોંચાડાતા તાત્કાલિક મૂળી 108નાં રોહનભાઇ દુલેરા અને સંજયસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. 2 કોમ વચ્ચે વધુ કાંઇ ન બને તે માટે મૂળી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

યુનિક સ્ટાઇલમાં ખેતર ખેડતો ખેડૂત: ટ્રેક્ટરના આગળના બોનેટના ભાગે બેસી ખેડૂતે ખેતર ખેડ્યું, પાટડી પંથકના વીડિયાએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version