Site icon સોહમ 24 ન્યુઝ

Mumbai: બિલ્ડિંગના 20માં માળે લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

Mumbai: બિલ્ડિંગના 20માં માળે લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

Google News Follow Us Link

Massive Fire In Mumbai Building: કમલા બિલ્ડિંગમાં લાગેલી આગની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે. આગને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. 

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં એક 20 માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટના મુંબઈના તાડદેવ વિસ્તારમાં થઈ છે. કમલા બિલ્ડિંગના 20માં માળે આગ લાગી છે. આ આગ લેવલ 3ની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

Birthday Wish: આયુષ્માન ખુરાનાએ તાહિરા માટે લખી બર્થડે નોટ, 21 વર્ષ પહેલાં પત્ની માટે ગાયેલું ગીત કર્યું શેર

ફાયર બ્રિગેડે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન:- 

મહત્વનું છે કે આગ લાગવાના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સમયે ત્યાં 13 ફાયરની ગાડીઓ હાજર છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

                                                     https://t.co/PFzDDsDTyW

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા:-

બીએમસી પ્રમાણે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાસ્થળ પર પાંચ એમ્બ્યુલન્સ હાજર છે.

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ

ઘટનાસ્થળે પહોંચ્યા મેયર:-

મહત્વનું છે કે દુર્ઘટનાના સમાચાર મળતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર પણ પહોંચી ગયા છે. તેમણે હાજર અધિકારીઓ પાસે માહિતી મેળવી છે. ત્યારબાદ મેયર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા મોટા ભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડે જણાવ્યું પ્રમાણે આગામી 3થી 6 કલાકમાં માહિતી મળશે કે દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલા લોકોને ઈજા  પહોંચી છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

હવે IAS-IPS ની નિમણૂંકમાં પણ મોદી સરકારનો દબદબો, લાવશે એવો કાયદો કે મમતા જેવા CM પણ કશું નહીં કરી શકે

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version