NCC Cadet – સુરેન્દ્રનગર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એન.સી.સી. કેડેટ દ્વારા રેલીનું આયોજન કરાયું
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને જિલ્લાના મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ રીતે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે એસ.એસ.પી. જૈન કોલેજ, ધ્રાંગધ્રા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સી.પી ઓઝા હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ખાતે એન.સી.સી કેડેટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.આર.સી. ભવન, માલણીયાદ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ