Site icon સોહમ 24 ન્યુઝ

ધોરણ-10 તથા 12ની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Notification – ધોરણ-10 તથા 12ની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસ.એસ.સી/એચ.એસ.સી(સા.પ્ર/વિ.પ્ર) 2023ની પરીક્ષાઓ યોજાનાર છે. જિલ્લાના પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રતિબંધો મુકતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.14/03/2023થી તા.29/03/2023 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં આવેલ ઝેરોક્ષ મશીનોની દુકાનો સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવવાની રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ પરીક્ષા ખંડમાં સેલ્યુલર/ મોબાઇલ/ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ/ કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય દંડ સંહિતા-1860ની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

“હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે “આયુષ મેળો” યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version