Site icon સોહમ 24 ન્યુઝ

હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

Upstox WhatsApp દ્વારા IPO સંબંધિત એપ્લિકેશન્સ માટે એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પ્રદાન કરે છે. આ સેવાનો લાભ લેવા માટે રોકાણકારને અપસ્ટોક્સમાં નોંધણી કરાવવાની જરૂર નથી.

Google News Follow Us Link

હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

હવે તમે વોટ્સએપ દ્વારા ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. અને જો તમારું એકાઉન્ટ ખુલી ગયુ છે તો તમે IPOમાં રોકાણ કરવા માટે WhatsAppનો પણ ઉપયોગ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અપસ્ટોક્સે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. Upstox WhatsApp દ્વારા IPO સંબંધિત એપ્લિકેશન્સ માટે એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પ્રદાન કરે છે. આ સેવાનો લાભ લેવા માટે રોકાણકારને અપસ્ટોક્સમાં નોંધણી કરાવવાની જરૂર નથી. તેઓ WhatsApp ચેટ વિન્ડો દ્વારા IPO માટે અરજી કરી શકે છે.

અપસ્ટોક્સના સહ-સ્થાપક શ્રીની વિશ્વનાથ કહે છે કે આ એકીકરણ સાથે, અપસ્ટોક્સનું લક્ષ્ય IPO એપ્લિકેશન્સમાં 5 ગણી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. કંપનીની યોજના નાણાકીય વર્ષ 2022 ના અંત સુધીમાં એક કરોડ ગ્રાહકોને પાર કરવાની છે. આ આંકડો વર્તમાન 7 મિલિયન ગ્રાહકો કરતાં ઘણો વધારે છે.

મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

WhatsApp થી Upstox સુધીના વ્યવહારો:

– ગ્રાહકે તેના મોબાઈલ ફોનના કોન્ટેક્ટમાં અપસ્ટોક્સનો વેરિફાઈડ વોટ્સએપ પ્રોફાઈલ નંબર સેવ કરવાનો રહેશે અને     વોટ્સએપ પર આ નંબર પર ‘હાય’ મોકલવાનો રહેશે.
– અપસ્ટોક્સનો વેરિફાઈડ વોટ્સએપ પ્રોફાઈલ નંબર 9321261098 છે.
– WhatsApp ચેટ બોટ ‘Uva’ નો ઉપયોગ કરીને ‘IPO એપ્લિકેશન’ પર ક્લિક કરો.
– નોંધાયેલ મોબાઇલ નંબર અને OTP (વન-ટાઇમ પાસવર્ડ) દાખલ કરો.
– ‘Apply for IPO’ પર ક્લિક કરો.
– તમે સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો તે IPO પસંદ કરો.

WhatsApp પરથી Upstox સાથે ડીમેટ ખાતું ખોલો:

– વોટ્સએપમાં ચેટ વિન્ડોનો ઉપયોગ કરીને, ‘ઓપન એન એકાઉન્ટ’ પર ક્લિક કરો.
– મોબાઇલ નંબર દાખલ કરો અને OTP વડે વેરિફિકેશન કરો.
– ઇમેઇલ સરનામું દાખલ કરો અને તેને OTP વડે ચકાસો.
– જન્મ તારીખ દાખલ કરો.
– આ પછી તમારી PAN માહિતી દાખલ કરો.
– હવે બોટ તમને કેટલીક સરળ ઔપચારિકતાઓ માટે અપસ્ટોક્સ પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરશે. આ સાથે પ્રક્રિયા પૂર્ણ         થશે.

શેરબજારની તેજીમાં ક્યાં શેર કરાવી રહ્યા છે લાભ? જાણો અહેવાલ દ્વારા

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version