Site icon સોહમ 24 ન્યુઝ

OMG : માત્ર 10 વર્ષની દીકરીએ સોશ્યલ મીડિયા પર ચેલેન્જ પૂરી કરવામાં ગુમાવ્યો જીવ, નાના બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

OMG : માત્ર 10 વર્ષની દીકરીએ સોશ્યલ મીડિયા પર ચેલેન્જ પૂરી કરવામાં ગુમાવ્યો જીવ, નાના બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

ફિલાડેલ્ફિયામાં એક 10 વર્ષની બાળકીનું ટિકટોકનાં બ્લેકઆઉટ ચેલેન્જને કારણે મૃત્યુ થયું હોવાનો તેના સંબંધીઓનો દાવો છે. તેમણે ટિકટોક સામે કેસ પણ દાખલ કરાવ્યો છે.

Google News Follow Us Link

ટિકટોક પર બ્લેકઆઉટ ચેલેન્જને કારણે થયું બાળકીનું મૃત્યુ

ફિલાડેલ્ફિયામાં 10 વર્ષની બાળકીનાં મૃત્યુનાં મામલામાં તેના સંબંધીઓએ સોશિયલ મીડિયપ્લેટફોર્મ ટિકટોક સામે કેસ દાખલ કરાવ્યો છે. આ બાળકી ટિકટોક પર બ્લેકઆઉટ ચેલેન્જ હેઠળ ગેમ રમી રહી હતી અને તે દરમિયાન, તેનું મૃત્યુ થઈ ગયું. આ બાળકીનાં સંબંધીઓએ ટિકટોક પર ખોટા પ્રોડક્ટની માર્કેટિંગ કરવા અને બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

આ છે સમગ્ર મામલો 

જાણકારી અનુસાર, આ આખો મામલો નાયલા એન્ડરસન નામની 10 વર્ષની બાળકી સાથે જોડાયેલ છે. જણાવવામાં આવે છે કે તે ઘણી હોશિયાર હતી ત્રણ ભાષા બોલી શકતી હતી. સાત ડિસેમ્બરે આ બાળકી ફિલાડેલ્ફિયાસ્થિત પોતાના ઘરમાં બેભાન મળી. તેને દવાખાનામાં ભરતી કરવામાં આવી, પરંતુ પાંચ દિવસ બાદ તેનું મૃત્યુ થઇ ગયું. હવે આ મામલામાં બાળકીનાં સંબંધીઓએ ગુરુવારે ટિકટોક સામે કેસ દાખલ કરાવ્યો છે.

ટિકટોક પર લગાવ્યો આરોપ 

એન્ડરસનનાં સંબંધીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સતત ખોટી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહ્યું છે, જેથી બાળકો પર ઘણી ખરાબ અસર પડે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે બાળકીનાં ફોર યૂ પેજ પર ઘણી એવી વસ્તુઓ મળી, જેમાં તે બ્લેકઆઉટ ચેલેન્જ હેઠળ ઘણા ખતરનાક કામ કરી રહી હતી. આ કારણે જ તેનું મૃત્યુ થયું છે.

ટિકટોકનો કોઈ જવાબ નહીં 

આ સમગ્ર મામલામાં ટિકટોક તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જોકે હવે એન્ડરસનનું મૃત્યુ થયું હતું, ત્યારે કંપનીના પ્રવક્તા તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું. આમાં કહેવામાં આવ્યું હતું કે બ્લેકઆઉટ ચેલેન્જની શરૂઆત ટિકટોકે કરી નથી. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘણું પહેલાથી હતું. ટીકટોકે કહ્યું કે તે પોતાના યુઝર્સની સુરક્ષાને લઈને પોતાની જવાબદારી માટે સતર્ક રહે છે. તેઓ પોતાની એપથી બ્લેકઆઉટ ચેલેન્જ સંબંધિત બધી સામગ્રી હટાવી દેશે. સાથે જ ટિકટોકે બાળકીનાં મૃત્યુ પર દુઃખ પણ જતાવ્યું હતું.

આશ્રમ-3 : બાબા જાને મન કી બાત! લોન્ચ થયું આશ્રમ-3 નું ટીઝર, ચાહકોની ઇંતેજારીનો અંત, જુઓ VIDEO

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version