Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ હાઈવે ઉપર પાલિકાની ફાયર વિભાગની ટીમે ખાળકુવામાં પડી ગયેલ ખુંટને બહાર કાઢ્યો

સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ હાઈવે ઉપર પાલિકાની ફાયર વિભાગની ટીમે ખાળકુવામાં પડી ગયેલ ખુંટને બહાર કાઢ્યો

રાજકોટ બાયપાસ હાઈવે ઉપર આવેલ છે શૈક્ષણિક સંસ્થામાં પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ખુંટને બહાર કાઢ્યો. સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગને એક ખુંટ ખાળકુવામાં પડી ગયો હોવાની જાણકારી તારીખ 26 જૂનને શનિવારના રોજ આપવામાં આવી હતી.

પાટડીનું શંકરપરામાં ગંદા પાણી ભરાતા હાલાકી

આથી ફાયર વિભાગની ટીમે રાજકોટ બાયપાસ હાઈવે ઉપર આવેલ શૈક્ષણિક સંસ્થા ખાતે દોડી જઈને રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. જેમાં સુરેન્દ્રનગર ફાયર વિભાગના સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા, રાહુલભાઈ ડોડીયા, ચિરાગભાઈ જોષી, વિજયભાઈ, જયભાઈ તેમજ વિગેરેઓએ જેસીબીની મદદથી ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી અને જરૂર પડે દિવાલ તોડી ખુંટને બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું બાદમાં પાલિકાની ફાયર વિભાગની ટીમે મહામહેનતે ખુંટને બહાર કાઢીને તેનો જીવ પણ બચાવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા નવનિયુક્ત કલેકટરે સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી

વધુ સમાચાર માટે…

Exit mobile version