Site icon સોહમ 24 ન્યુઝ

ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી

ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી

ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી

Google News Follow Us Link

વર્ષ 2012માં આવેલી ઈંગ્લિશ વિંગ્લીશનો સમાવેશ શ્રીદેવીની યાદગાર ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મને 10 ઓકટોબરે 10 વર્ષ પૂરા થઈ જશે.

આ દિવસની ઉજવણી કરવા અને તેને વધુ યાદગાર બનાવવા માટે ડિરેક્ટર ગૌરી શિંદે કાઇંક અનોખું કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મના શશી ગોડબોલે તરીકે શ્રીદેવી દરેક સીનમાં ખૂબ જ સુંદર સાડીમાં દેખાય છે.

આ સાડીઓની હવે હરાજી થવા જઈ રહી છે અને તે રકમનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ માટે કામ કરતાં એનજીઓને આપવામાં આવશે.

ડિરેકટર ગૌરી શિંદેએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મની 10મી એનિવર્સરી પર મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવશે.

આટલા વર્ષો સુધી તેમણે તે તમામ સાડીઓને પોતાની પાસે સાંભળીને રાખી છે. લાંબા સમયથી તેઓ તેની હરાજી કરવા માંગતા હતા અને રકમ છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચવા ઇચ્છતા હતા.

‘ઈંગ્લિશ વિંગ્લીશ’થી શ્રીદેવીએ કર્યું કમબેક

નોંધનીય છે કે, આશરે 15 વર્ષ બાદ શ્રીદેવીએ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લીશથી મોટા પડદા પર કમબેક કર્યું હતું. પોતાના માતાથી પ્રેરાઈને ગૌરી શિંદેએ ફિલ્મ લખી હતી.

જેમાં આદિલ હુસૈન, ફ્રેન્ચ એકટર મેહદી નેબ્બુ તેમજ પ્રિયા આનંદ પણ હતા. આ સિવાય અમિતાભ બચ્ચન અને અજિત કુમારે અનુક્રમે હિન્દી અને તેલુગુ વર્ઝનમાં સ્પેશિયલ કેમિયો કર્યો હતો.

ફિલ્મને દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો.

ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લીશ બાદ શ્રીદેવીએ તમિલ એક્શન-એડવેન્ચર ફિલ્મ પુલી અને હિન્દી ક્રાઇમ થ્રીલર મોમમાં કામ કર્યું હતું.

આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસે શ્રીદેવીની દીકરીનું પાત્ર ભજવ્યું હતું. જો કે ફેબ્રુઆરી, 2018માં તમનું દુબઈમાં અવસાન થયું હતું.

શ્રીદેવીએ નાની વયે એક્ટિંગની શરૂઆત કરી

શ્રીદેવીએ માત્ર ચાર વર્ષની નાની વયે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1976માં તમિલ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી.

હિન્દી ફિલ્મોમાં તેણે વિક્રમની ફિલ્મ જુલીમાં નાની વયે કામ કર્યું હતું.

ત્યારબાદ તેણે લીડ એક્ટ્રેસ તરીકે ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

જેમાં નગિના, ચાંદની, મી.ઈન્ડિયા, જુદાઈ, લમ્હે, લાડલા, હીરરાંઝા, ખુદા ગવાહ, રૂપ કી ચાંદની ચોરો ક રાજા તેમજ મેરા દુશ્મન સહિતનો સમાવેશ થાય છે.

મનોરંજન ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપવા બદલ તેને 213માં પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઇ ગોહિલ અને વાઇસ ચેરેમેન તરીકે ઋષિરાજસિંહની સર્વાનુમતે વરણી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version