Site icon સોહમ 24 ન્યુઝ

વૃધ્ધ માતાને ભરણપોષણ માટે દર મહિને નિશ્ચિત રકમ આપતો હૂકમ

વૃધ્ધ માતાને ભરણપોષણ માટે દર મહિને નિશ્ચિત રકમ આપતો હૂકમ

વૃધ્ધ માતાને ભરણપોષણ માટે દર મહિને નિશ્ચિત રકમ આપતો હૂકમ

લીંબડી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વૃધ્ધ મહિલા કાશીબેન કરસનભાઇ મકવાણાને એક પુત્ર અને 4 પુત્રીઓ છે. વધતી ઉંમરે આજીવિકાનું કોઈ સાધન નહીં હોવાથી કાશીબેન મુશ્કેલીથી જીવન જીવતા હતા પુત્ર કે પુત્રીઓ પાસે પૂરતી આર્થિક મદદ નહીં મળતા વૃધ્ધ માતાને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વાલીઓએ ‘નો સ્કૂલ, નો ફી’ મામલે સુત્રોચ્ચાર પોકારી વિરોધ કરાયો

કાશીબેને લીંબડી પ્રાંત અધિકારીની કચેરીમાં પુત્ર અને પુત્રી પાસેથી જીવન નિર્વાહ અને ભરણપોષણ માટે નિશ્ચિત રકમ મળી રહે તે હેતુથી તા.22 ઓક્ટોમ્બર 2020નાં રોજ અરજી દાખલ કરી હતી. પરંતુ કોરોનાને કારણે કેસ આગળ ચાલી શક્યો નહીં. લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ વૃધ્ધ કાશીબેન મકવાણાનો કેસ ચલાવવાની કામગીરી હાથ ધરી 18 માર્ચથી 3 મે 2021 સુધીમાં 6 મુદ્દત દ્વારા બંને પક્ષોને સાંભળ્યા હતાં. સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી સોલંકીએ હૂકમ કરી આદેશ આપ્યો હતો કે બેંકમાં નોકરી કરતા વૃધ્ધ કાશીબેનના પુત્ર પ્રવિણકુમારે માતાને દર મહિને રૂ.8 હજાર તથા બિમાર પડ્યે તબીબી ખર્ચ આપશે. કાશીબેનની પુત્રી કુંદનબેન શિક્ષિકા છે તે માતાને ભરણપોષણ માટે રૂ. 2 હજાર આપવાનો હૂકમ કર્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version