Site icon સોહમ 24 ન્યુઝ

સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા જવાન માટે ભરતી કેમ્પનું આયોજન

સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા જવાન માટે ભરતી કેમ્પનું આયોજન

સુરક્ષા સુપરવાઇઝર અને સુરક્ષા જવાન માટે ભરતી કેમ્પનું આયોજન

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય સુરક્ષા કાર્ય દક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી જિલ્લામાં સુરક્ષા અધિકારી અને સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાન માટે અલગ અલગ તાલુકામાં રજીસ્ટ્રેશન ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તરણેતરના મેળામાં માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજાયો

જે અંતર્ગત તા.03 સપ્ટેમ્બરના રોજ પાટડી તાલુકાની શ્રી સુરજમલજી હાઈસ્કૂલ, તા.04 સપ્ટેમ્બરના રોજ લીંબડી તાલુકાની શ્રી સર.જે.હાઈસ્કૂલ, તા.05 સપ્ટેમ્બરના રોજ ચુડા તાલુકાની શ્રી સી.ડી કપાસી હાઈસ્કૂલ, તા.06 સપ્ટેમ્બરના રોજ લખતર તાલુકાની શ્રી સર.જે.હાઈસ્કૂલ, તા.07 સપ્ટેમ્બરના રોજ સાયલા તાલુકાની શ્રી સાર્વજનનિક હાઈસ્કૂલ, તથા તા.08 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરની શ્રી શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલમાં રજીસ્ટ્રેશન ભરતી કેમ્પ રાખેલ છે. આ ભરતી કેમ્પમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારે પોતાના તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ સાથે લઈ તાલુકા પ્રમાણે દર્શાવેલ તારીખ તથા સ્થળ પર સવારે 10:00 થી બપોરના 4:00 સુધી પોહચવાનું રહેશે.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

વિશેષ આ ભરતી કેમ્પમાં ધો.10 પાસ, નાપાસ, ધો.12 પાસ તથા ગ્રેજ્યુએટ ઉમેદવાર ભાગ લઈ શકશે. ભરતી કેમ્પમાં પાસ થનારા ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગર દ્વારા ટ્રેનિંગ આપી સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ.માં 65 વર્ષ સુધી કાયમી નિયુક્તિ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

ઈન્ડિયન નેવીને મળ્યું નવું નિશાન: અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી, જાણો કેમ કરાયો બદલાવ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version