સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2022નું આયોજન
- રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે 19 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
સુરેન્દ્રનગર રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-2022નું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શારિરીક રીતે 40% કે તેથી વધારે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ વ્યકિતઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી નિયત નમુનામાં અરજીઓ સાધનિક દસ્તાવેજો સહિત મંગાવવામાં આવી છે.
કેનેડાના સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર લખવામાં આવ્યા ભારત વિરોધી નારા, ત્વરિત કાર્યવાહીની માંગ
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીમાંથી વિનામૂલ્યે તા.19/09/2022 સુધીમાં મેળવી શકાશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગત જણાવવી તેમજ તેને સંબંધિત જરુરી બિડાણો સામેલ કરવાના રહેશે.ભરેલ અરજીપત્રકો સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીને તા.19/09/2022 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન