વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત

Photo of author

By rohitbhai parmar

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત

Google News Follow Us Link

People in Valsad are relieved from the scorching heat due to heavy rains with strong winds

  • હવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં અચાનક પલટો
  • નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા

હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જો કે આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકશાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.આજે મંગળવારે વહેલી સવારે નોકરી ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

વલસાડ શહેરમાં ગઈકાલે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં શહેરમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજ લાઈન ઉપર ડાળી પડતા આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજ પ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો.

Weather Updates Today: અમદાવાદમાં વાદળીયા વાતાવરણથી ગરમી ઘટી, દિલ્હીમાં પડ્યો વરસાદ

વધુ સમાચાર માટે…

Gujarati News Samachar

Google News Follow Us Link