મામલતદારને આવેદન: સાયલા શહેરમાં વીજ સમસ્યા દૂર ન થાય તો જન આંદોલન કરીશું
- ઘરોમાં વીજ વધ-ધટના બનાવે વીજ ઉપકરણને નુકસાન થતા હોવાની મોટા પ્રમાણમાં રાવ
સાયલા શહેરમાં કેટલાક સમયથી વીજ પ્રવાહ બંધ થવાથી પ્રજા ત્રસ્ત છે ત્યારે સાયલા વેપારી આગેવાનો, સરપંચ, સદસ્ય અને આગેવાનોએ વીજ સમસ્યાની અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ હલ ન થતા છેલ્લું આવેદન હવે, જન આંદોલનની ચીમકી આપી હતી.સાયલા શહેરની 20,000 હજારની વસ્તી માટે વારંવાર વીજ પ્રવાહ બંધ થવાથી અને વીજ પ્રવાહ વધ-ઘટની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે અનેક સમયે વિજ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે પરંતુ નિભંર તંત્ર રજૂઆતોને ઘોળીને પી ગયા છે
મન્ડે પોઝિટિવ: 3 વર્ષમાં 3 હજારથી વધુ લીંબોડીના બીજ ભરેલા માટીના દડાનું વાવેતર કરતા 500 વૃક્ષ ઊગ્યા
શનિ-રવિના વીજળી ગુલ થવાના બનાવે તમામ સરપંચ, સદસ્ય, વેપારી આગેવાનો તેમજ રૈયાભાઇ રાઠોડ, મહાવીરસિંહ પરમાર, હરજીભાઇ પટેલ, જીતુભાઇ પરમાર, સહિતના ગામના આગેવાનો તંત્રની કામગીરી સામે વિહત ચોકથી રેલી સ્વરૂપે મામલતદારને આવેદન આપ્યું હતું. વીજ કચેરીએ અધિકારીને વીજ તંત્રની બેદરકારીએ નગરજનોની ઊંઘ હરામ થઇ હોવાનું જણાવીને પ્રજાજનોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. વીજ પ્રવાહની વઘઘટ થતા ઘરોના વીજ ઉપકરણને નુકસાન થતા વીજ તંત્ર જવાબદાર હોવાનું જણાવીને આવેદન આપ્યું હતું.
પાણી પુરવઠો પણ આપી શકાતો નથી
સાયલામાં ભારે જહેમત બાદ ઝોન મુજબ પાણી 3 દિવસે વિતરણ કરવામાં આવે છે. ત્યારે વીજ પ્રવાહ વારંવાર બંધ થતા મોટર સહિતના સાધનોમાં બળી જવાની ઘટના અને છતાં પાણીએ લોકોને પીવાનું પાણી વીજ સમસ્યાના કારણે વિતરણ થઈ શકતું નથી. – અજયરાજસિંહ ઝાલા, સરપંચ
હવે, ગાંધી ચિધ્યા માર્ગ અપનાવીશું
શહેરમાં જર્જરિત વીજ વાયરો, ટીસી અને વીજ પોલના અભાવે ચોમાસાના સમયે લાઇનમાં વારંવાર ફોલ્ટ થાય છે. તંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી થતી નથી. વીજ ઉપરકરણને નુકસાન થાય છે. હવે રજૂઆત ઘણી કરી કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું. – મનુભાઇ રાજપૂત, પ્રમુખ, વેપારી મંડળ, સાયલા
ટ્રાફિક ડ્રાઈવ: ટ્રાફિક નિયમ ભંગના 331 કેસ 1.02 લાખનો દંડ, 9 વાહન ડિટેઈન