સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વિસ્તારની પીઆઇએ મુલાકાત લીધી સ્થાનિકો સાથે ચર્ચા કરી
- દુધરેજ વિસ્તારની પીઆઇ ત્રિવેદીએ મુલાકાત લીધી
- અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લઈને તેઓની રજુઆત સાંભળી
- સી.સી.ટી.વી. કેમેરા મુકવા બાબતે પણ રજૂઆત
- કેનાલ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવાની પણ રજૂઆત
દુધરેજ વિસ્તારની પીઆઇ ત્રિવેદીએ મુલાકાત લીધી સામાજિક આગેવાનોએ શાલ ઓઢાડી ફૂલહારનો હાર પહેરાવી આવકાર્ય. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે વિવેકકુમાર ત્રિવેદીએ ચાર્જ સંભાળ્યા બાદ આજે રવિવારે દુધરેજ વિસ્તારના અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લઈને તેઓની રજુઆત સાંભળી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી
તેમજ દુધરેજ ચોકડી પાસે સુરક્ષાને ધ્યાને રાખી સી.સી.ટી.વી. કેમેરા મુકવા બાબતે પણ રજૂઆત કરવામાં આવતાં ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત દુધરેજ ચોકડી પાસે ચોરી અને લૂંટના બનાવો બને છે. તેને ધ્યાને રાખી કેનાલ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં સામાજીક આગેવાન દ્વારા પીઆઇ વિવેકકુમાર ત્રિવેદીને ફૂલનો હાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો