સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત કચેરી ખાતે વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનદો ફાળવવામાં આવી
- વઢવાણ પ્રાંત કચેરી ખાતેથી વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનદો ફાળવવામાં આવી
- વિચરતી જાતિના પરિવારોમાં હર્ષની લાગણી પણ જોવા મળી
વઢવાણ પ્રાંત કચેરી ખાતેથી વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનદો ફાળવવામાં આવતા હર્ષની લાગણી જોવા મળી. મુળચંદ ગામમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે તેને ધ્યાને રાખીને વઢવાણ પ્રાંત કચેરી દ્વારા પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી દ્વારા વિચરતી જાતિના પરિવારોને કાયમી ઠેકાણું આપવાના ભાગરૂપે અને ઘરનું તેમજ સરનામાની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી વિચરતી જાતિના પરિવારોને વઢવાણ પ્રાંત કચેરી ખાતેથી પ્લોટની સનદો ફાળવવામાં આવતા વિચરતી જાતિના પરિવારોમાં હર્ષની લાગણી પણ જોવા મળી હતી.