વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ
વડાપ્રધાન મોદીએ દેશને સંબોધતા કહ્યુ કે, દેશના ખેડૂતો માટે અમારી સરકારે, બીજ, બજાર અને બચત ઉપર ભાર મૂકીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું કામ કર્યુ છે. ખેડૂતો માટે અનેક યોજના અમલમાં મૂકી છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી કરોડો રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા કરાવ્યા છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
- પેઢી દર પેઢીએ થતા ભાગલા તેમના નાના ખેતરનો વધુ નાના બનાવે છે.
- બીજ, બાજાર અને બચત ઉપર ભાર મૂક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સંસદના આગામી સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, “અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ જગતના હિતમાં સત્ય નિષ્ઠાથી કૃષિ બીલ લાવી હતી. પરંતુ કેટલાક ખેડૂતોને અમે સમજાવી શક્યા નથી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરે પણ અમારા માટે તે પણ મહત્વનું છે. ખેડૂતો, કૃષિ વિશેષજ્ઞો, તજજ્ઞો, નિષ્ણાંતો અને સરકારે આવા ખેડૂતોને સમજાવતા રહ્યાં”.
સરકાર કૃષિ કાયદાની જે જોગવાઈમાં ખેડૂતોને વાંધો હતો તે બદલવા પણ તૈયાર થઈ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, “મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. આજે ખેડૂતોની ક્ષમા માંગતા અને સાચા હ્રદયથી કહુ છુ કે અમારી તપસ્યામાં કયાક કચાશ રહી ગઈ છે. આજે ગુરુ નાનકજીના પ્રકાશ પર્વનો છે. આજે હુ પુરા દેશને બતાવવા આવ્યો છુ કે, ત્રણ કાયદાને પરત લેવાની જાહેરાત કરુ છે. આ વર્ષ સંસદમાં કૃષિ કાયદાઓને પરત ખેચવાની પ્રક્રિયા કરવામાં આવશે”.
દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, “લોકો એ વાતથી અજાણ છે કે 100માંથી 80 ખેડૂતો નાના છે. 2 હેકટરથી પણ ઓછી જમીન છે. આવા ખેડૂતોની સંખ્યા 10 કરોડથી વધુ છે. તેમની જીંદગીનો આધાર આ જમીનની નાના ટુકડા પર છે. તેઓ તેમનુ અને પરિવારની ગુજરાત ચલાવે છે પેઢી દર પેઢીએ થતા ભાગલા તેમના નાના ખેતરનો વધુ નાના બનાવે છે. બીજ, બાજાર અને બચત ઉપર ભાર મૂક્યો છે. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે. વૈજ્ઞાનિક અભિગમને કારણે કૃષિને લાભ થયો”.
અપત્તિના સમયે, વધુને વધુ ખેડૂતોને સરળતાથી વળતર મળી રહે તે માટે જૂના નિયમો બદલ્યા. જેના કારણે એક લાખ કરોડથી વધુ વળતર છેલ્લા ચાર વર્ષમાં આપવામા આવ્યુ છે. વીમા અને પેન્શનની સુવિધા પણ લાવ્યા છીએ. નાના ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં 1 લાખ 62 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બહુચરાજી APMCમાં પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન
દેશની 1000થી વધુ માર્કેટયાર્ડમાં ઈનામ યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકનુ ઉત્પાદન વેચવાનો વિકલ્પ આપ્યા. આના માટે કરોડો રૂપિયા ખર્ચ્યા. કૃષિ વિભાગનું બજેટ પાંચ ગણુ વધ્યુ છે. 1 લાખ કરોડ એગ્રીકલ્ચર ફંડ મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટેની સુવિધા વધારવામાં આવી રહી છે.
માઈક્રો ઈરિગેશન માટે 10,000 કરોડ ફાળવ્યા છે. ક્રોપ લોન પણ બમણી કરી છે. 16 લાખ કરોડે પહોચશે આંકડો. પશુપાલન માટે મત્સ્યપાલન સાથે સંકળાયેલાઓને પણ લાભ આપવામાં આવી રહ્યાં છે. ખેડૂતો માટે સરકાર એક પછી એક પગલા લઈ રહી છે.
આજે 19 નવેમ્બરે વિક્રમ સંવત 2078નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં