પુરુષોની ગરબી: કોઈ પણ જાતના લાઇટિંગ કે સંગીત વિના ભક્તો ગરબા ગાઈ માતાની આરાધના કરે છે.
- સુરેન્દ્રનગર પતરવાળી ચોકમાં પુરુષોની ગરબી, વઢવાણમાં રામી માળી જ્ઞાતિમંડળની પુરુષોની ગરબી
સુરેન્દ્રનગર શહેરમાં અમુક ગરબીઓ એવી પણ છે કે જેણે પોતાની ઓળખ આજે પણ અકબંધ રાખી છે અને અન્ય માતાજીની ગરબીઓ કરતા વિશેષ મહત્વ ધરાવે છે. આવી જ એક સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 150 વર્ષ જૂની ગરબી પતરવાળી દીપભાનાં ચોક વિસ્તારમાં થાય છે જેણે બ્રાહ્મણની ગરબી તરીકે ઓળખાવામાં આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં માત્ર પુરુષો અને યુવકો જ માતાજીના ગરબે ઘૂમી માં આધ્યશક્તિની આરાધનાં કરે છે. આ ગરબીને બ્રાહ્મણની ગરબી તરીકે પણ ઓળખાવામાં આવે છે.
લેમ્પનાં પ્રકાશે અને ભક્તો દ્વારા મોઢે ગરબા ગાઇ માંની આરાધના
પરંતુ અહીં દરેક જ્ઞાતિનાં પુરુષો અને યુવકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર માતાજીના ગરબે ઘૂમે છે. આ અંગે ગરબીના દેવેન્દ્રભાઇ ઠાકરે જણાવ્યુ કે ગરબીની શરૂઆત કેશુભાઇ પરીખે કરી હતી. જે હાટકેશ્વર મંદિર પાસે થતી તે વખતે સુરેન્દ્રનગર કાંપ તરીકે ઓળખાતુ આધુનિક યુગમાં જ્યારે નવરાત્રિનું આધુનિકરણ થઇ ગયું હોય અને પાર્ટી પ્લોટ સહિત શહેરની ગરબીઓમાં પણ હાઇફાય સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ ડેકોરેશન તેમજ ડીજેનાં તાલે ખેલૈયાઓ ગરબે રમતાં હોય છે. પુરુષોની આ ગરબીમાં કોઇપણ જાતનું લાઇટિંગ કે સંગીત વગાડવામાં આવતું નથી માત્રને માત્ર દેશી લેમ્પનાં પ્રકાશે અને ભક્તો દ્વારા મોઢે ગરબા ગાઇ માંની આરાધના કરવામાં આવે છે.
150 વર્ષ જૂની ઐતિહાસિક ગરબી
વઢવાણ – વઢવાણ શહેરમાં રાજાશાહી વખતની 150 વર્ષ જૂની ઐતિહાસિક ગરબીમાં રામી માળી જ્ઞાતિ નવરાત્રિ મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેનું આયોજનમાં સ્વ. પોપટભાઇ મેમદાવાદીયાએ શરૂ કરેલુ હાલ ગોવિંદભાઈ ખોખર, રમેશભાઈ અમરકોટીયા, મનિષભાઈ ધોળકિયા સહિત રામી માળી જ્ઞાતિનાં યુવાનો દ્વારા હાલનાં યુગમાં પરંપરા જાળવી રાખી ધાર્મિક પરંપરા મુજબ ચાચર ચોકમાં નવરાત્રિ પર્વ ઉજવવા આવે છે. આશરે 150 વર્ષ જૂની કાસ્ટની મુર્તિ બનાવાઇ છે. ત્યારે આ ચાચર ચોકમાં પુરુષ દ્વારા સ્ત્રીનાં કપડાં પહેરીને ભવાઇ પણ રમવામાં આવે છે અને આ ગરબીમાં માત્ર પુરુષો દ્વારા ગરબા રમવા આવે છે. વઢવાણની આ ગરબીમાં પૌરાણિક પરંપરાનું પાલન કરતા ગરબા રમવા આવે છે. જ્યારે વિજયાદશમીનાં દિવસે યજ્ઞ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના 63 ગામોના 140 આવાસોના લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર મળશે