Site icon સોહમ 24 ન્યુઝ

8 ઇંચમાં રાજકોટ જળબંબાકાર: 2 કલાકના વિરામ બાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ, રસ્તા પર કેડ સમા પાણી ભરાયાં; શાળા-કોલેજોમાં રજા

8 ઇંચમાં રાજકોટ જળબંબાકાર: 2 કલાકના વિરામ બાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ, રસ્તા પર કેડ સમા પાણી ભરાયાં; શાળા-કોલેજોમાં રજા

Google News Follow Us Link

 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ થઈ રહ્યાં છે, જ્યાં 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને લોકો પહેલા માળે જતા રહ્યા હતા. આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

રેલનગર અન્ડરબ્રિજ બંધ

આ અંગે RMCના વોટર વર્ક્સ શાખાના એડિશનલ સિટી એન્જિનિયર રાજકોટ મનપા વિસ્તારમાં આવેલા 4 અન્ડરબ્રિજ પૈકી 1 એવો રેલનગરનો અન્ડરબ્રિજ બંધ કરેલો છે. રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. મહત્તમ કેપેસિટીથી પમ્પિંગ કરી પાણી ઉલેચવાની કામગીરી તમામ બ્રિજ પર કરવામાં આવી રહી છે અને હજુ પણ 6થી 7 કલાક સુધી રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર નહિ થઈ શકે.

                          રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા.

                                                          જામનગર રોડ પર રસ્તા નદી બન્યા.

પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી

                                                            રસ્તા પર પાણી ફરી વળ્યાં.

ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદ વરસતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રી-મોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં, પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું, આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

Urfi Javed: લો બોલો! નકલી છે ઉર્ફી જાવેદના બધા જ દાંત? કહ્યું- મકાઈનો ડોડો ખાઈશ તો બધા જ તૂટી જશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version