Site icon સોહમ 24 ન્યુઝ

રાકેશ ટિકૈતની પ્રેસ-કોન્ફરન્સમાં હોબાળો: ખેડૂતનેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો

રાકેશ ટિકૈતની પ્રેસ-કોન્ફરન્સમાં હોબાળો: ખેડૂતનેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો

Google News Follow Us Link

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ખેડૂતનેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ધક્કામુક્કી બાદ આ ઘટના બની હતી. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. કાર્યક્રમમાં એકબીજા પર ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી. હાલની માહિતી મુજબ આ ઘટના બાદ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ટિકૈત અને ચંદ્રશેખરના સમર્થકો વચ્ચે ખુરશીઓ ઊછળી :-

સ્થાનિક મીડિયા અનુસાર, ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધી હતી. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે મારામારી થઈ હતી.

            https://twitter.com/ANI/status/1531186202434744320?ref_src=twsrc%5Etfw

ચંદ્રશેખરના સમર્થકો પર આરોપો :-

કહેવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્થાનિક ખેડૂતનેતા કે ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ ટિકૈતને પૂછ્યું કે ખેડૂતનેતા ચંદ્રશેખર વિશે તમારું શું કહેવું છે? આ મુદ્દે જવાબ આપતાં ટિકૈતે કહ્યું હતું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સાંભળીને ચંદ્રશેખરના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને ટિકૈત પર શાહી ફેંકી હતી.

મને કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી :-

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.

    https://twitter.com/AMIT_GUJJU/status/1531189710571196416?ref_src=twsrc%5Etfw

ભાવ લાલચોળ: પહેલા લીંબુ, હવે ટામેટાનો વારો : ગૃહિણીઓને વધુ એક ફટકો, રસોડામાં ભોજનનો સ્વાદ પડશે ફિક્કો!

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version