Site icon સોહમ 24 ન્યુઝ

રૂ.38 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

રૂ.38 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

રૂ.38 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

નળકાંઠા વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામના ખેતમજુરી કરીને જીવન નિર્વાહ કરતા શિવરામભાઇ સેંધાભાઇ પઢાર શનિવારે સવારે કામસર નીકળ્યા હતા. રસ્તામાં કાયલા ગામ પાસે તેમનું રૂપિયા 38 હજાર ભરેલું પાકીટ પડી ગયું હતું. પાકીટ પડી ગયાની જાણ થતા તેઓએ કાયલા ગામ સરપંચ કમરૂદ્દીનભાઇ સિદાનીનો સંપર્ક કરી જાણ કરી હતી.

થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ, પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

આગેવાન કમરૂદ્દીનભાઇએ તપાસ ચલાવતા ગામમાં રહેતા મફાભાઈ ભરવાડને આ પાકીટ મળેલ હોવાની જાણ થઇ હતી અને મફાભાઈ ભરવાડનો સંપર્ક કરીને પાકીટ તેના મૂળ માલિક ખેડૂત શિવરામભાઇ પઢારને બોલાવી પરત કર્યું હતું.

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

વધુ સમાચાર માટે…

Exit mobile version