Review- સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી
રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ, જયપુરના નિયામક ડો. સુભાષ ચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમન સિંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી-કાર્યપાલક ઈજનેર સૌરવ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી. તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા ક્યાં પાકોના વાવેતર થાય છે? ક્યાં-ક્યાં પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે? કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે? બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે? સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી.
TECH TIP- ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ, મુશ્કેલીમાં જીવ બચાવશે
આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા, ધ્રાંગધ્રા મામલતદાર, ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, આત્મા ડાયરેકટર ભરત પટેલ, પી.જી.વી.સી.એલ. વિભાગ સહીત સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની વિગતો મેળવવા આજરોજ ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીઓ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જે અન્વયે જિલ્લામાં થયેલ નુકસાની અને ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટે પ્રેઝેન્ટેશનના માધ્યમથી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, જુદા-જુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમોની સ્થિતિ, મકાનમાં નુકસાન, માનવ મૃત્યુ, ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતા માર્ગો, વીજ પુરવઠાની સ્થિતિ, ખેતીવાડીના પાકો, જમીનમાં નુકસાની સહિતની બાબતોની જાણકારી આપી હતી.તેઓએ વધુમાં, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુ, સ્થળાંતર, વીજ પુન:સ્થાપન, ઝાડ ટ્રિમિંગ, રસ્તા રીપેરીંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ સહિતની કામગીરી વિશે શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતા.
Surendranagar– સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડની બાજુમાં જ ગંદા પાણીથી લોકો ત્રસ્ત