Site icon સોહમ 24 ન્યુઝ

ભંગારનાં વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે

Scrap Dealers – ભંગારનાં વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે

Google News Follow Us Link

ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી.

આ બાબતને ધ્યાને લઈ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-1973ની કલમ-144 અન્વયે મળેલ અધિકારની રૂએ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેંચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામસરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર રાખવાને ફરજિયાત કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જે અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં વિસ્તારમાં ભંગાર લે-વેચ કરનારા વ્યાપારીઓએ ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગતોભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનું નામસરનામુંએક આઈ.ડી.પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટોભંગાર જેને વેચેલ હોય તેનું નામ-સરનામુંઆઈ.ડી.પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતું રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.30/04/2023 સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

મકાન ભાડે આપતા અગાઉ પોલીસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version