સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને

ફરી ચાલુ કરવા રિપેરિંગ કામ હાથ ધરાયું.

  • અજરામર ટાવરની ઘડીયાળ છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં હતી.
  • ભાવનગરની ટ્રાવેલ એન્ટરપ્રાઈઝના ઘડીયાળ રિપેરને બોલાવ્યા
  • ઘડીયાળના ડંકા શહેરીજનોને સાંભળવા મળશે
સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને ફરી ચાલુ કરવા રિપેરિંગ કામ હાથ ધરાયું.
સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને
ફરી ચાલુ કરવા રિપેરિંગ કામ હાથ ધરાયું.

સુરેન્દ્રનગર શહેરનું નજરાણું અને શહેરની શાન અજરામર ટાવરની ઘડીયાળ છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં હતી. આ ટાવર ઘડીયાળ ફરી શરૂ કરવા માટે ભાવનગરથી ટ્રાવેલ એન્ટરપ્રાઈઝ ના ઘડીયાળ રિપેરીને બોલાવી બંધ પડેલી ઘડીયાળને ફરી ચાલુ કરવાનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું ત્યારે આ અજરામર ટાવરની ઘડીયાળ રિપેરિંગ કામગીરીની સમીક્ષા કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયા નેજા હેડ કલાર્ક મુકેશભાઈ ડગલી અને પાલીકાના હાઉસ ઈન્સપેક્ટર છત્રપાલસિંહ ઝાલા સહિતના પાલીકાના અધિકારીઓ અજરામર ટાવર ખાતે દોડી જઈ ઘડીયાળ રિપેરિંગ કામગીરીની સમીક્ષા કરી હતી

જેમાં ભાવનગરની ટ્રાવેલ એન્ટરપ્રાઈઝના ઘડીયાળ રિપેરીને બોલાવી આજે અજરામર ટાવરની બંધ પડેલી ઘડીયાળને ફરી શરૂ અરવા રિપેરિંગ કામ હાથ ધરાયું હતું જ્યારે ઘડીયાળ રિપેર કરવા માટે પાલીકાના ચીફ સંજયભાઈ પંડયાએ સોનાપુરી સ્મશાનમાં ફરજ બજાવતા સમાજ સેવક સુમિતભાઈ ઉમરાણીયાને ઘડીયાળ રિપેરિંગ કરવાની વાત કરી ત્યારે તેમને ભાવનગરની ટ્રાવેલ એન્ટરપ્રાઈઝ ના પ્રવિણભાઈ ભટ્ટ દ્વારા આ અજરામર ટાવરની ઘડીયાળ નાંખી હોવાની માહિતી આપતા તાત્કાલિક ટ્રાવેલ એન્ટરપ્રાઈઝના માલિકનો કોન્ટેક્ટ કરી રિપેરિંગ કામ સોપવામાં આવ્યું હતું આઠ વર્ષથી બંધ થયેલા ઘડીયાળના ડંકા આજ સાંજ બાદ અજરામર ટાવરની ઘડીયાળના ડંકા શહેરીજનોને સાંભળવા મળશે તેવી માહિતી મળી રહી છે

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ