Site icon સોહમ 24 ન્યુઝ

તસ્કરોની વિચિત્ર હરકત: હળવદના માલિયાણમાં ઘરમાં કાંઈ ન મળતા તસ્કરોએ ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો

તસ્કરોની વિચિત્ર હરકત: હળવદના માલિયાણમાં ઘરમાં કાંઈ ન મળતા તસ્કરોએ ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો

Google News Follow Us Link

હળવદના નવા માલણીયાદ ગામે તસ્કરોની વિચિત્ર હરકત સામે આવી હતી. જેમાં તસ્કરોએ આ ગામના એક પરિવારના ઘરમાં ઘુસ્યા બાદ ખાંખાખોળાં કરતા કંઈ હાથ ન લાગતાં ફળિયામાં સુતેલી આ પરિવારની તરૂણ વયની દીકરી ઉપર ખાર ઉતાર્યો હતો અને ફળિયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો હતો. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

મા અંબાને ભેટ: લુણાવાડાના માઈભક્તે સાડાત્રણ લાખનો સુવર્ણ મુગટ ધરી ધન્યતા અનુભવી

આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા માલણીયાદ ગામે રહેતા વિષ્ણુભાઈ ખીમાભાઈ ડાભી ગઇકાલે મંગળવારે રાત્રે ગરમીથી બચવા માટે તેમની પત્ની અને તેમની 15 વર્ષની દીકરી સાથે ફળિયામાં સુતા હતા. ત્યારે રાત્રિના અંધારામાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ઘરનો સમાન વેરવિખેર કરી નાખ્યો હતો. પણ ઘરમાંથી કોઈ મુદ્દામાલ હાથ ના લાગતાં લાજવાને બદલે ગાજેલા તસ્કરોએ ઘરમાંથી કંઈ ન મળવાનો ખાર આ પરિવારની દીકરી ઉપર ઉતાર્યો હતો. તસ્કરો ફળિયામાં સુતેલી 15 વર્ષની દીકરીના વાળનો ચોટલો કાપી ભાગી છૂટ્યા હતા.

તસ્કરોએ આ દીકરીનો ચોટલો કાપીને ત્યાં જ કપાયેલા વાળનો ચોટલો નાખીને ભાગી છૂટ્યા હતા. તેવામાં સળવળાટથી જાગી ગયેલા આ પરિવારને દીકરીનો ચોટલો કપાયાની જાણ થતાં રાત્રે હો હા મચી જતા ગામ ભેગું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતાં રાત્રે જ હળવદ પોલીસ દોડી ગઈ હતી. જો કે આ બનાવમાં ખરેખર કોઈ અજાણ્યા શખ્સોએ ખારમાં આ કૃત્ય આચર્યું છે કે પછી કોઈએ જાણી જોઈને અંગત અદાવતમાં આ કૃત્ય આચર્યું છે કે કેમ તે અંગે પણ હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

હાર્દિક પટેલ : ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે અને કયાં કારણો જવાબદાર છે?

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version