સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણના વોર્ડનં.6ની સુડવેલ-ઠાકરનગર 30 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત
- કરવેરા ભરવા છતાં તંત્ર દ્વારા વિસ્તારની ઉપેક્ષા
- આપ દ્વારા આગેવાનોએ પાલિકાને લેખિત રજૂઆત
- રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માંગ કરાઇ
સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નં. 6માં છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓના અભાવથી રહીશોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. કરવેરા ભરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટર જેવી સુવિધાઓ મામલે ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
શહેરમાં વિકાસના નામે કરોડો રૂ.ની ગ્રાન્ટો વાપરવામાં આવે છે પરંતુ શહેરના વોર્ડ નં. 6માં છેવાડે આવેલી સુડવેલ સોસાયટી અને ઠાકરનગરમાં છેલ્લા ત્રીસ વર્ષથી પ્રાથમિક સુવિધાઓના અભાવે રહિશો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે.
ચોટીલામાં વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ માં ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું
વોર્ડ નં.6ની સોસાટીઓમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રોડ, રસ્તા, ગટરના અભાવે લોકો પરેશાન રહેતા હોવાની રાવ સાથે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેશભાઇ પટેલની આગેવાનીમાં આગેવાનોએ પાલિકા કચેરીએ ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસેના વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ
આ અંગે સુડવેલ સોસાયટી અને ઠાકરનગરના રહિશોની ફરીયાદ એવા પ્રકારની છે કે આ વિસ્તારો નગરપાલિકાની હદમાં છે અહિના રહિશો કરવેરા ભરે છે નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પણ કરે છે તેમ છતા આ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષ (ત્રણ દાયકા)થી રસ્તા, પાણી, ગટર, લાઈટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. અહિંના રહિશોને પારવાર હાડમારીનો સામનો કરવો પડે છે. નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યએ એકવાર આ વિસ્તારોની પગપાળા મુલાકાત લઈને અહિંના રહિશોની વેદના અને વ્યથાનો તાગ મેળવે તેવી લાગણી અને માંગણી છે.
શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો