Sundarkanda – વઢવાણના અણીન્દ્રા ગામે કુ.એમ.આર.ગાડી વિધાલય ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન

Photo of author

By rohitbhai parmar

Sundarkanda – વઢવાણના અણીન્દ્રા ગામે કુ.એમ.આર.ગાડી વિધાલય ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન

Google News Follow Us Link

Sundarkanda Lessons at Ku.M.R.Gadi Vidhalaya, Anindra Village

  • ધારાસભ્યએ ₹10 લાખ આપવાની કરી જાહેરાત

અણીન્દ્રાની કુમારી એમ.આર. ગાર્ડી વિદ્યાલય ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. સંગીતમય શૈલીમાં ખેરાડી નિવાસી પરેશભાઈ રામાનુજ દ્વારા રજૂ કરવામાં આવેલ પાઠનો લાભ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લીધો હતો.

Sundarkanda Lessons at Ku.M.R.Gadi Vidhalaya, Anindra Village

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મહામંત્રી સિંધવ, તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસીના ચેરમેન તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ કેળવણી કાર અલ્પેશભાઈ દવે અને કુવરજીભાઈ પણ હાજર રહ્યા હતા.

Sundarkanda Lessons at Ku.M.R.Gadi Vidhalaya, Anindra Village

આ પ્રસંગે આગેવાન જગદીશભાઈ મકવાણાએ હાઈ સ્કૂલમાં હોલ બનાવવા માટે ₹10,00,000 ની રકમ આપવાની જાહેરાત કરવામાં આવતા ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. સમસ્ત કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મુકેશભાઈ નિમાવત, પંચાયત સદસ્ય જીતુભા ઝાલા, કેળવણી મંડળના પ્રમુખ ગંભીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Kala Utsav – કલા ઉત્સવ અંતર્ગત 2023-24ની બાળ કવિ સ્પર્ધાનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link