Site icon સોહમ 24 ન્યુઝ

Supernatural view of Chotila Dungar – શરદપૂનમના ચાંદની રોશનીથી ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો, આકાશમાં ચાંદના અદભૂત દર્શન થયા

Supernatural view of Chotila Dungar – શરદપૂનમના ચાંદની રોશનીથી ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો, આકાશમાં ચાંદના અદભૂત દર્શન થયા.

Google News Follow Us Link

કુદરતની અમૂલ્ય ભેટ એટલે કે, સૂર્ય અને ચંદ્ર ખાસ કરીને વાત કરીએ તો આપણા ધાર્મિક શાસ્ત્રમાં પણ ચંદ્ર અને સૂર્યનો અનેરો મહિમા છે. ત્યારે શુદ પૂનમ એટલે કે, શરદપૂર્ણિમા આજના દિવસે ચોટીલા ડુંગર પાસે ચંદ્રની અદભુત રોશનીથી જાણે સમગ્ર ડુંગર ઉપર ચંદ્રની ચાંદની વેરાઈ હોય તેઓ અલૌકિક નજારો જોવા મળ્યો હતો. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ સુંદર ડિજિટલ લાઈટ દ્વારા ડુંગરને શણગારવામાં આવ્યો હતો. આજે પૂનમ હોવાથી માઈ ભક્તોનો ઘસારો પણ માતાજીના દર્શને જોવા મળ્યો હતો. અને રાત્રિના સમયે શરદપૂર્ણિમાના ચંદ્રના અલૌકિક નજારાને પણ લોકોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.

ચોટીલાના આકાશમાં શરદ પૂનમના ચંદ્રના અદભૂત દર્શન થયા

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરથી નજીક દેખાયો ચંદ્ર. ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર તેમજ નવગ્રહ મંદિરની સાથે શરદપૂર્ણિમાનો ચંદ્રના અદભૂત નજારો જોવા મળ્યો. જે અદભૂત નજારો જોઈને શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ મુંડ વિનાશિની ચામુંડા કહેવાયા. શ્રી ચામુંડા માતાજી ગોહીલ વાડના ગોહીલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડીયા અને પરમાર વગેરે કુળના રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.

શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથિયાં છે. જેમાં ચડવા-ઉતરવા માટેની અલગ-અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. વધુમાં પગથિયાં ઉપર છેક સુધી શેડ (છાંયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી. કારતક માસમાં નવા વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ દર માસની પૂનમે તેમજ શ્રાવણ માસમાં સાતમ-આઠમ તથા દર રવિવારે અને નવલી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટે છે.

Triple Accident – ડમ્પર અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version